રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 20 બાળકોના મોત
શંકાસ્પદ 58માંથી 7 પોઝિટિવ કેસ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો

20 children died of suspected Chandipura virus in the state

20 children died of suspected Chandipura virus in the state
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 20 બાળકોના મોત થયાનો દાવો કર્યો છે. જ્યારે કુલ નોંધાયેલા 58 કેસમાંથી 7 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યુ છે. રાજ્યમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 8 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3 બાળકના મોત થયા છે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લાના કલેક્ટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને રોગચાળાના નિયંત્રણ માટે પગલાં લેવા સૂચના આપી છે.
આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસના રોગચાળાની વિગતો જાહેર કરી છે. આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને વાયરલ એન્કેફેલાઈટીના કેસ ગણાવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 58 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
જેમાંથી સાબરકાંઠામાં 8, અરવલ્લીમાં 4, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 3, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 7, જામનગરમાં 5, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 1, વડોદરા કોર્પોરેશન 1, ભાવનગરમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 1, મહેસાણામાં 2, પંચમહાલમાં 1, મોરબીમાં 1 અને વડોદરામાં 1 કેસ પોઝિટિવ મળ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 2, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 2, મોરબીમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, દાહોદમાં 2 અને દેવભૂમિ દ્વારકામાં 1 મળી કુલ 20 બાળકના મોત થયા છે. આ ઉપરાંત રાજસ્થાનના 2 દર્દીઓમાંથી 1 દર્દી સારવાર હેઠળ અને 1 દર્દીનું મોત થયેલ છે. મધ્યપ્રદેશનો 1 દર્દી સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગની ટીમોએ અત્યાર સુધીમાં 15414 ઘરમાં 87486 લોકોની સર્વેલન્સ કામગીરી કરી છે. 4340 કાચા ઘરમાં મેલેનથિયોન પાવડર ડસ્ટિંગ કર્યો છે. રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરસના કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે.
જોટાણા તાલુકાના હરસુંડલનો કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો મહેસાણા જિલ્લા એપેડેમિક આરોગ્ય અધિકારી વિનોદ પટેલે જણાવ્યું કે જોટાણા તાલુકાના હરસુંડલ ગામના 12 વર્ષના બાળકને 14 જુલાઈ અગાઉ તાવ, ખેંચ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. બાળકને મહેસાણા અને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.
તેમ છતાં તબિયતમાં સુધારો ન થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામમાં સર્વેલન્સ કામગીરી, પોરાનાશક અને જંતુનાશક દવાનો છટકાવ કર્યો છે. હાલમાં બાળકની તબિયત સારી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ