રાજ્યમાં ભારે વરસાદના કારણે 12 જિલ્લામાં 14552 લોકોનું સ્થળાંતર કરાયુ
SDRF અને NDRFની ટીમોએ 10 જિલ્લામાં 1617 લોકોનું રેસ્ક્યૂ કર્યુ

14552 people were evacuated in 12 districts due to heavy rains in the state

14552 people were evacuated in 12 districts due to heavy rains in the state
રાજ્યમાં શુક્રવારે સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં 1 મીમીથી લઈને 55 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ઉચ્છલમાં બે ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ, નિઝરમાં એક ઈંચ, સોનગઢમાં દોઢ ઈંચ અને ડાંગના સુબિરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી 14552 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. જ્યારે SDRF અને NDRFની ટીમોએ 10 જિલ્લામાંથી 1617 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે.
સુરત જિલ્લામાં સૌથી વધુ 3707 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર :
રાજ્યમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તેથી દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના 12 જિલ્લાના 14552 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવ્યુ છે.
જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 3707, નવસારીમાં 2978, વડોદરામાં 1877, પોરબંદરમાં 1560, જૂનાગઢમાં 1364, ભરૂચમાં 1017, તાપીમાં 918, આણંદમાં 604, દેવભૂમિ દ્વારકામાં 304, વલસાડમાં 150, પંચમહાલમાં 56 અને નર્મદામાં 17 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં 1617 લોકોનું રેસ્ક્યૂ કરાયુ :
રાજ્યમાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતાં નાગરિકો ફસાઈ ગયા હતા. જેના કારણે નાગરિકોને રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી.
અત્યાર સુધીમાં 10 જિલ્લામાં 1617 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. SDRF અને NDRFની ટીમોએ સુરતમાં 353, નવસારીમાં 7, વડોદરામાં 262, પોરબંદરમાં 121, આણંદમાં 540, ભરૂચમાં 11, તાપીમાં 106, દેવભૂમિ દ્વારકામાં 59, જામનગરમાં 151 અને કચ્છમાં 7 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.
નવસારી શહેર અને ગ્રામ્ય પંથકમાં પૂર જેવી સ્થિતિ :
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારી શહેર નજીક પૂર્ણા નદીમાં પૂર આવ્યુ હતુ. પૂર્ણા નદીએ ભયજનક સપાટી પાર કરતાં નવસારી શહેરના 10 જેટલા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
નિચાણવાળા વિસ્તારોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પૂર્ણા નદીમાં પૂરના કારણે નવસારીમાં 2200 લોકોનું સ્થળાંતર :
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં પૂર આવતાં શુક્રવાર બપોર સુધીમાં 2200 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી શહેરમાં રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રૂસ્તમ વાડી, વિજલપોર, મારૂતિનગરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી 1560 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સ્થળાંતર કરાયેલા લોકો માટે ફૂડ પેકેટ તથા આરોગ્ય વિષયક સુવિધાઓ કરવામાં આવી હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. નવસારી તાલુકામાં પારડી, વાડા, અડદા, ધારાગીરી, નશીલપોર, પીનસાડ, કછોલ, કસ્બાપાર, ચંદ્રવાસણ, સુપા ગામમાંથી 664 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ