રાજ બબ્બરને પુત્ર ના લગ્નમાં કેમ આમંત્રણ ન મળ્યું?
પ્રતીક બબ્બર તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તેણે પોતાના પિતાને લગ્નમાં આમંત્રણ આપ્યું નથી.

રાજ બબ્બરને પુત્ર ના લગ્નમાં કેમ આમંત્રણ ન મળ્યું?

રાજ બબ્બરને પુત્ર ના લગ્નમાં કેમ આમંત્રણ ન મળ્યું?
બોલિવૂડ અભિનેતા પ્રતીક બબ્બર પોતાના અંગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. પ્રતિક બબ્બર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ અભિનેતા હવે તેના લગ્નને લઈને સમાચારમાં છે. તે ટૂંક સમયમાં તેની પાર્ટનર પ્રિયા બેનર્જી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ પ્રતીકે આ ખુશીના પ્રસંગે પોતાના પરિવારને સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે. તેમના પિતા રાજ બબ્બર, તેમના ભાઈ આર્ય બબ્બર અને નજીકના પરિવારના સભ્યો લગ્નમાં હાજરી આપશે નહીં. આ ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર છે.
આ પરિસ્થિતિ ઘણા મહિનાઓથી ચાલી રહેલા કૌટુંબિક વિવાદોનું પરિણામ છે. પ્રતિક અને તેના પરિવાર વચ્ચે છેલ્લા છ મહિનાથી સારા સંબંધો નથી. તેમના ભાઈ આર્ય બબ્બરે આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ સમજી શકતા નથી કે પ્રતીકે પરિવારથી પોતાને કેમ દૂર રાખ્યા છે. આર્યએ આ વિશે કહ્યું, 'આ અમારા આખા પરિવાર માટે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. અમે ઘણી વાર પ્રયાસ કર્યો, પણ કદાચ અમે સફળ ન થઈ શક્યા.
પોતાના પરિવારની લાગણીઓ વ્યક્ત કરતા આર્યએ કહ્યું કે તેમણે પ્રતીકને પોતાનો પ્રેમ અને શુભકામનાઓ પાઠવવા માટે એક ખાસ રીત અપનાવી છે. આર્યએ તેની યુટ્યુબ ચેનલ 'બબ્બર સાબ' પર 'બાબર તો શાદી કરતા રહેતે હૈ?' નામનો સ્ટેન્ડ-અપ વિડીયો અપલોડ કર્યો છે. આ વીડિયો દ્વારા, તેમણે પ્રતીકને હળવાશથી શુભેચ્છા પાઠવી છે અને એમ પણ કહ્યું છે કે પરિવાર હંમેશા એક રહેશે, ભલે ગમે તે થાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.