રશેલ ગુપ્તા કોણ છે?
મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો તાજ મેળવનાર પ્રથમ ભારતીય

મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો તાજ મેળવનાર પ્રથમ ભારતીય

મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો તાજ મેળવનાર પ્રથમ ભારતીય
ભારતની રશેલ ગુપ્તાએ 'મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ'નો ખિતાબ જીત્યો છે. રશેલે પોતાના માથા પર વિજયનો તાજ મૂકીને ઈતિહાસ રચ્યો છે. તે 'મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ' જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. 2013માં શરૂ થયેલી આ સ્પર્ધાનું આયોજન થાઈલેન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં 70 દેશોએ ભાગ લીધો હતો.
25 ઓક્ટોબરે 'મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ'ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રશેલ ગુપ્તાએ જીત મેળવી હતી. રશેલને ગયા વર્ષની 'મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ' વિજેતા લુસિયાના ફસ્ટર દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. 20 વર્ષની રશેલે આ તાજ સાથે એક ખાસ સિદ્ધિ મેળવી છે. 11 વર્ષની રાહ જોયા બાદ આખરે ભારતે 'મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ' જીતી લીધી છે.
'મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ' વિજેતા રશેલ ગુપ્તા પંજાબના જલંધરની રહેવાસી છે. આ પહેલીવાર નથી કે જ્યારે રશેલ ગુપ્તાએ સૌંદર્ય સ્પર્ધા જીતી હોય. અગાઉ વર્ષ 2022માં તે 'મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડ' રહી ચૂકી છે. તે એક મૉડલ છે અને તેના મૉડલિંગ કરિયર સિવાય તે એક આંત્રપ્રિન્યોર પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર રેચલના 1.1 મિલિયન ફોલોઅર્સ છે.
ઇન્સ્ટાગ્રામ પર 'મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ'ના સ્ટેજ પરથી પોતાની તસવીરો શેર કરતી વખતે રશેલે આ વચન આપ્યું હતું , 'અમે કરી લીધું છે! અમે ભારતીય ઇતિહાસમાં પ્રથમ ગોલ્ડન ક્રાઉન જીત્યો. દરેક ક્ષેત્ર વિજયી છે. મારામાં વિશ્વાસ કરનારા દરેકનો ખૂબ ખૂબ આભાર! હું વચન આપું છું કે હું તમને નિરાશ નહીં કરું. હું એવી રાણી બનવાનું વચન આપું છું જેનું સામ્રાજ્ય તમે હંમેશા યાદ રાખશો.
થાઈલેન્ડમાં આયોજિત 'મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ'માં રશેલ ગુપ્તા વિજેતા બની હતી, જ્યારે ફિલિપાઈન્સની ક્રિસ્ટીન જુલિયન ઓપિઝાને ફર્સ્ટ રનર અપ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સિવાય મ્યાનમારની એક સ્પર્ધક સેકન્ડ રનર અપ બની હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.