કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે સિંગર રાજલ બારોટ લગ્નના તાંતણે બંધાઈ
લગ્નના વિદાય પ્રસંગે રાજલ બારોટના ભાઈ રાકેશ બારોટ ભાવુક થઈ ગયા અને તેમણે આદર અને પ્રેમ સાથે બહેનને વિદાય આપી

કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે સિંગર રાજલ બારોટ લગ્નના તાંતણે બંધાઈ

કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે સિંગર રાજલ બારોટ લગ્નના તાંતણે બંધાઈ
ગુજરાતી સિંગર રાજલ બારોટે યુવા નેતા અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા લઈ તેમના જીવનની નવી શરૂઆત કરી. બંનેની રોયલ એન્ટ્રી ધામધૂમથી કરવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાની રોયલ એન્ટ્રી લગ્ન મંડપમાં ખૂબ જ વૈભવી રીતે કરવામાં આવી હતી. અલ્પેશ બાંભણિયા વરરાજા તરીકે અને રાજલ બારોટ લાલ રંગના ઘરચોળામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને મંડપમાંપ્રવેશ્યા ત્યારે આતશબાજી અને ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્ષણને વિડિયોમાં કેદ કરવામાં આવી અને તે સોશિયલ મિડિયા પર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે.
લગ્નના વિદાય પ્રસંગે રાજલ બારોટના ભાઈ રાકેશ બારોટ ભાવુક થઈ ગયા અને તેમણે આદર અને પ્રેમ સાથે બહેનને વિદાય આપી. આ પ્રસંગે રાજલ બારોટ તેમના સ્વર્ગસ્થ પિતા મણીરાજ બારોટને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી.
આલિશાન લગ્નમાં અનેક જાણીતા કલાકારો અને પરિવારજનો હાજર રહ્યા, જેમણે આ ખુશીદાયક પ્રસંગને વિશેષ બનાવ્યું.
કોણ છે અલ્પેશ બાંબણિયા
રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તેઓ ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે. તેઓ ઉના પાલિકાના કાઉન્સિર તરીકે પણ ચુંટાઈ આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.