શું જાનકી - યશ વચ્ચે ચાલી રહ્યું છે ઇલુ-ઇલુ?
'છેલ્લો દિવસ'ની જોડી ફરી સાથે, યશ-જાનકીના સંબંધો પર ફરી સવાલો
યશ-જાનકી બંને ફરી સાથે દેખાયા
યશ-જાનકી બંને ફરી સાથે દેખાયા
ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આ વર્ષે ગુજરાતી સિનેમાનો દબદબો જોવા મળ્યો હતો. ફિલ્મ 'વશ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર મળ્યો, જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને 'વશ'માં કરેલા શાનદાર અભિનય માટે બેસ્ટ ગુજરાતી અભિનેત્રીનો પુરસ્કાર એનાયત થયો. વિજ્ઞાન ભવનમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં ગુજરાતી સિનેમાના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સૌની નજર એક જોડી પર સ્થિર થઈ ગઈ હતી: જાનકી બોડીવાલા અને અભિનેતા યશ સોની. જાનકીના આ સન્માનિત પ્રસંગમાં યશની હાજરીએ ફરી એકવાર બંનેના અફેરની ચર્ચાઓને વેગ આપ્યો છે.

ગુજરાતી સિનેમાના ચાહકો માટે યશ સોની અને જાનકી બોડીવાલાની જોડી કોઈ નવી નથી. વર્ષ 2015માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'છેલ્લો દિવસ'થી આ બંને કલાકારો પડદા પર પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મે યુવા હૈયાઓમાં જગ્યા બનાવી અને યશ-જાનકીની કેમેસ્ટ્રીને ખુબ જ પસંદ કરવામાં આવી. આ ફિલ્મ બાદ બંને કલાકારો અવારનવાર એકબીજાના કાર્યક્રમોમાં કે પછી જાહેરમાં સાથે જોવા મળતા હતા. ત્યારથી જ તેમના અફેરની અફવાઓ શરૂ થઈ હતી, જે સમય જતાં વધુ મજબૂત બની રહી છે. જોકે, બંને કલાકારોએ ક્યારેય પણ પોતાના સંબંધોને સત્તાવાર રીતે સ્વીકાર્યા નથી. 'છેલ્લો દિવસ' ઉપરાંત આ જોડીએ 'તારી સાથે' અને 'નાડી દોષ' જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે, જેના કારણે તેમની કેમેસ્ટ્રીની ચર્ચાઓ કાયમ જીવંત રહી છે.

રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં યશ સોનીની હાજરી એ અફવાઓને ફરી વેગ આપવાનું કારણ બની છે. પ્રોગ્રામમાં સામેલ થવાની સાથે જ્યારે જાનકીને તેનો પુરસ્કાર મળી રહ્યો હતો, ત્યારે યશ પોતાના ફોનમાં જાનકીના ફોટોગ્રાફ્સ ક્લિક કરતો જોવા મળ્યો હતો. કોઈ પુરુષ જ્યારે કોઈ મહિલા માટે આટલી ઉત્સુકતા બતાવે ત્યારે બંને વચ્ચે કંઈક ખાસ સંબંધ હોવાના તર્ક-વિતર્ક થવા સ્વાભાવિક છે. યશનો આ ફોટોગ્રાફ વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ફરી એકવાર 'છેલ્લો દિવસ'ની આ સુપરહિટ જોડીના અફેરની ચર્ચાઓ તેજ બની છે.

આ ઘટના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે જાનકી અને યશ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભલે તેમણે સત્તાવાર રીતે આ સંબંધને સ્વીકાર્યો ન હોય, પરંતુ તેમના વર્તન અને વારંવારની મુલાકાતોથી તેમના ચાહકોને આ વાતની ખાતરી થઈ રહી છે. ગુજરાતી સિનેમાના આ બે લોકપ્રિય કલાકારો વચ્ચેના પ્રેમની વાર્તા ભલે રહસ્યમય રહે, પરંતુ તેમની જોડી હંમેશા ચાહકો માટે ચર્ચાનો વિષય બની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.