વિવેક અગ્નિહોત્રીની નવી ફિલ્મ 'ઓપરેશન સિંદૂર'
લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોનની કિતાબ પરથી બનશે આ દમદાર ફિલ્મ

વિવેક અગ્નિહોત્રીની નવી ફિલ્મ 'ઓપરેશન સિંદૂર'

વિવેક અગ્નિહોત્રીની નવી ફિલ્મ 'ઓપરેશન સિંદૂર'
'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ વેક્સિન વોર' જેવી ફિલ્મો આપનાર ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ફરી એકવાર દેશભક્તિ અને સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'ઓપરેશન સિંદૂર' લઈને આવી રહ્યા છે.
ગુરુવારે (26 માર્ચ, 2026) ભૂષણ કુમાર અને વિવેક અગ્નિહોત્રીએ સંયુક્ત રીતે આ ફિલ્મનું એલાન કર્યું છે. આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોન (રિટાયર્ડ)ના પુસ્તક "ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઈન્ડિયાઝ ડીપ સ્ટ્રાઈક્સ ઈનસાઈડ પાકિસ્તાન" પર આધારિત હશે.
શું હતું 'ઓપરેશન સિંદૂર'?
મે 2025માં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી ઠેકાણાઓ પર એક મોટી જવાબી કાર્યવાહી કરી હતી, જેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેના જવાબમાં ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે આતંકી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા હતા.
વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે આ ફિલ્મ માટે ભારતીય સેનાના વિવિધ વિભાગો સાથે મળીને ઊંડું સંશોધન કરવામાં આવ્યું છે.
તેમનો હેતુ આ આખી ઘટનાને અત્યંત સચોટ અને ગંભીર રીતે દર્શકો સમક્ષ મૂકવાનો છે. ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે પણ આ પ્રોજેક્ટને દેશની એક અત્યંત મહત્વની ઘટના ગણાવી છે.
આ પ્રોજેક્ટને ભૂષણ કુમારની ટી-સીરીઝ અને વિવેક અગ્નિહોત્રીની 'આઈ એમ બુદ્ધા પ્રોડક્શન્સ' સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ટૂંક સમયમાં જ ફિલ્મની સ્ટારકાસ્ટ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.