વાયરલ વડાપાવ ગર્લ ચંદ્રિકા અને પતિનો વિવાદ જાહેર
ચીટિંગના આરોપ બાદ ચંદ્રિકા અને પતિ યૂગમ વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ વકર્યો,

વડાપાવ ગર્લનો જાહેર વિવાદ

વડાપાવ ગર્લનો જાહેર વિવાદ
ચંદ્રિકા દિક્ષિત, જેને સોશિયલ મીડિયા પર ‘વડાપાવ ગર્લ’ તરીકે ઓળખવામાં આવે છે, સ્ટ્રીટ ફૂડ વેચીને ફેમસ બનેલી ઈન્ફ્લુએન્સર છે. મુંબઈમાં વડાપાવ વેચતી ચંદ્રિકાના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા. આ લોકપ્રિયતા બાદ તેમને Bigg Boss OTT 3માં ભાગ લેવાની તક મળી હતી, જેના કારણે તેઓ દેશભરમાં જાણીતા થયા.
તાજેતરમાં ચંદ્રિકા દિક્ષિતે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે પોતાના પતિ યૂગમ ગેરા પર ચીટિંગના ગંભીર આરોપ લગાવ્યા હતા. ચંદ્રિકાનો દાવો છે કે છેલ્લા બે મહિનાથી તેઓ માનસિક તણાવમાં હતા, પરંતુ મૌન રાખ્યું. વીડિયોમાં તેમણે કહ્યું કે તેઓ કામ, બાળકની સંભાળ અને ઘરગથ્થુ જવાબદારીઓ એકલા સંભાળી રહ્યા છે, જ્યારે પતિએ તેમની જાણ વગર સંબંધ બાંધ્યો.
પુરાવાનો દાવો અને વાયરલ વીડિયો
ચંદ્રિકાએ વીડિયોમાં પતિની બીજી મહિલા સાથેની તસવીરો બતાવી અને જણાવ્યું કે મામલો માત્ર ફોટા સુધી સીમિત નથી. તેમણે કહ્યું કે આ સમગ્ર પરિસ્થિતિએ તેમની માનસિક સ્થિતિ પર ગંભીર અસર કરી છે અને તેઓ સામાન્ય રીતે કામ પણ કરી શકતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને ભારે ચર્ચા શરૂ થઈ.
પતિ યૂગમ ગેરાનો જવાબ :
ચંદ્રિકાના આરોપો બાદ થોડા જ કલાકોમાં યૂગમ ગેરાએ પોતાનો વીડિયો જાહેર કર્યો. વીડિયોમાં તેમણે ભૂલ સ્વીકારી પરંતુ આરોપોની ગંભીરતાને ઓછું દર્શાવવાનો પ્રયાસ કર્યો. યૂગમે કહ્યું કે ભૂલ તેમની છે અને તેઓ તેને માને છે, પરંતુ તે એટલી મોટી નથી જેટલી દર્શાવવામાં આવી રહી છે.
View this post on Instagram
વિવાદિત નિવેદન
યૂગમે એ પણ દાવો કર્યો કે તેમની પાસે પણ પુરાવા છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરવા માંગતા નથી. વીડિયોના અંતે તેમણે એવો વિવાદિત ઉલ્લેખ કર્યો કે ચંદ્રિકા જે રેસ્ટોરન્ટ ચલાવે છે તે તેમની મહેનતના કારણે છે. પોસ્ટની કેપ્શન લાઇન “તુજે મેં બનાવા હૈ યાદ રાખ”ને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ અને ટીકા જોવા મળી રહી છે.
જાહેર જીવનમાં અંગત વિવાદ
ચંદ્રિકા અને યૂગમ વચ્ચેનો આ વૈવાહિક વિવાદ હવે સંપૂર્ણ રીતે જાહેર મંચ પર આવી ગયો છે. બંને પક્ષોના વીડિયો વાયરલ થતાં મામલો વધુ ગરમાયો છે. હાલ સુધી કોઈ કાનૂની કાર્યવાહી અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો બંને તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી