પુષ્પા 2નું આ ગીત આખરે હટાવાયું, જાણો સંપૂ્ર્ણ વિવાદ
મેકર્સને વિવાદના કારણે આ ગીતને યુટ્યુબ પરથી હટાવવું પડ્યું

પુષ્પા 2નું આ ગીત આખરે હટાવાયું, જાણો સંપૂ્ર્ણ વિવાદ

પુષ્પા 2નું આ ગીત આખરે હટાવાયું, જાણો સંપૂ્ર્ણ વિવાદ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી હત. જો કે હજું પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી હોવા છતાં ફિલ્મને લઈને વિવાદોનો અંત આવી રહ્યો નથી. ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન મહિલાના મોતનો મામલો હજુ ઠંડો પડ્યો નથી ત્યારે બીજી તરફ તેના રિલીઝ થયેલા ગીત 'દમુંટે પટ્ટુકોરા'ને લઈને વિવાદ ઉભો થયો છે. આ ગીતમાં 'પુષ્પરાજ' 'શેખાવત'ને પડકારી રહ્યો છે.
તે કહે છે, 'તમારામાં હિંમત હોય તો મને પકડો'. જો કે આ ગીત ફિલ્મમાં ફહાદ ફૈસીલના પાત્ર એસપી ભંવર સિંહ શેખાવત માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેણે એક મોટો વિવાદ સર્જ્યો છે, જેના પછી નિર્માતાઓએ આ ગીતને યુટ્યુબ પરથી હટાવવું પડ્યું. વાસ્તવમાં, નેટીઝન્સ આ ગીત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું મેકર્સ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં પોલીસ અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. આ વિવાદના કારણે આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં 35 વર્ષની મહિલા રેવતીનું મોત થયું હતું અને તેનો 8 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. અલ્લુ અર્જુન આ મામલે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. આ ઘટના પછી, 13 ડિસેમ્બર, 2024 ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, તે જ દિવસે તેને જામીન પણ મળી ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.