શાહિદ-તૃપ્તિનો જાદુ: ‘ઓ રોમિયો’નું સોંગ આઉટ
અરિજિત સિંઘના અવાજ અને ગુલઝારના શબ્દોએ ચાહકોના દિલ જીત્યા, કેમિસ્ટ્રી છે લાજવાબ.

‘ઓ રોમિયો’નું સોંગ આઉટ

‘ઓ રોમિયો’નું સોંગ આઉટ
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓ રોમિયો’ (O Romeo)નું પ્રથમ ગીત ‘હમ તો તેરે હી લિયે થે’ આખરે રિલીઝ થઈ ગયું છે. ગીત રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં રોમેન્ટિક લહેર છવાઈ ગઈ છે.
આ ગીત સાથે બોલિવૂડની ત્રણ દિગ્ગજ હસ્તીઓ સંગીતકાર વિશાલ ભારદ્વાજ, ગીતકાર ગુલઝાર અને ગાયક અરિજિત સિંઘની ત્રિપુટી ફરી એકવાર સાથે જોવા મળી રહી છે. કોમેન્ટ્સમાં ચાહકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે
આ ગીતની સૌથી મોટી વિશેષતા શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફ્રેશ જોડી છે. બંને વચ્ચેની ઇન્ટેન્સ અને ઇમોશનલ કેમિસ્ટ્રી ગીતના દરેક દ્રશ્યમાં જોવા મળે છે. ગીતની શરૂઆત તૃપ્તિના એક ડાયલોગથી થાય છે, જેમાં તે પૂછે છે, "કોઈ કોઈને આટલું બધું પ્રેમ કેવી રીતે કરી શકે?" આ લાઇન જ ફિલ્મના ઊંડા પ્રેમ અને ઈમોશનલ સંઘર્ષની ઝલક આપે છે. શાહિદ કપૂર એક સ્ટડ અને રિયલ પ્રેમીના લુકમાં પ્રભાવશાળી લાગે છે.
ગુલઝારના ગીતમાં શબ્દોની ઊંડાણ અને અરિજિત સિંઘના મધુર અવાજે આ ગીતને ‘સ્લો રોમેન્ટિક ટ્રેક’ની શ્રેણીમાં સીધું ટોપ પર લાવી દીધું છે. વિશાલ ભારદ્વાજનું સંગીત હંમેશાની જેમ હૃદયને સ્પર્શી જાય તેવું છે.
ગીતમાં અવિનાશ તિવારીની પણ ઝલક જોવા મળે છે, જે ફિલ્મના મિસ્ટીરીયસ પ્લોટ તરફ ઈશારો કરે છે. સોશિયલ મીડિયા પર અત્યારથી જ આ ગીત ચાર્ટબસ્ટર સાબિત થઈ રહ્યું છે.
વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વેલેન્ટાઈન ડેના દિવસે 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહિદ અને તૃપ્તિ ઉપરાંત નાના પાટેકર, વિક્રાંત મેસી, દિશા પટાણી અને તમન્ના ભાટિયા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જો તમે પણ રોમેન્ટિક ફિલ્મોના શોખીન હોવ, તો આ ગીત તમારી પ્લેલિસ્ટમાં ચોક્કસ સ્થાન પામશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.