રાજકુમાર-પત્રલેખાની દીકરીની પહેલી ઝલક સામે આવી
સેલેબ્રિટી કપલે દીકરીનું નામ રાખ્યું 'પાર્વતી પોલ રાવ', સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

રાજકુમાર અને પત્રલેખા

રાજકુમાર અને પત્રલેખા
બોલીવુડના લોકપ્રિય કપલ રાજકુમાર રાવ અને પત્રલેખા માટે વર્ષ 2025 ખુશીઓની ભેટ લઈને આવ્યું છે. નવેમ્બર 2025માં પોતાની લગ્નની ચોથી વર્ષગાંઠ પર દીકરીના માતા-પિતા બનેલા આ દંપતીએ હવે તેમની નાનકડી રાજકુમારીની પ્રથમ ઝલક દુનિયા સામે રજૂ કરી છે. આ સાથે જ તેમણે પોતાની દીકરીનું અર્થસભર નામ પણ જાહેર કર્યું છે.
પરંપરા અને અટકનો અનોખો સમન્વય :
રાજકુમાર અને પત્રલેખાએ પોતાની દીકરીનું નામ 'પાર્વતી પોલ રાવ' રાખ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક અત્યંત સુંદર ફોટામાં આ દંપતી પોતાની દીકરીને વહાલ કરતું જોવા મળે છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ હૃદયપૂર્વક તેમના સૌથી મોટા આશીર્વાદ સમાન પુત્રી પાર્વતીનો પરિચય કરાવી રહ્યા છે.
પાર્વતી નામ હિન્દુ ધર્મમાં શક્તિ, કૃપા અને ભક્તિનું પ્રતીક મનાય છે. આ નામમાં પત્રલેખાની અટક 'પોલ' અને રાજકુમારની અટક 'રાવ' બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
લગ્નની વર્ષગાંઠ પર થયો હતો જન્મ :
ઉલ્લેખનીય છે કે, રાજકુમાર અને પત્રલેખાએ 15 નવેમ્બર, 2021ના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા હતા. બરાબર ચાર વર્ષ બાદ, એટલે કે નવેમ્બર 2025માં તેમની એનિવર્સરીના દિવસે જ પુત્રીનો જન્મ થયો હતો. તે સમયે દંપતીએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને આ ખુશખબર ચાહકો સાથે વહેંચી હતી.
એક દાયકા જૂની પ્રેમકથા :
રાજકુમાર રાવ અને પત્રલેખાની લવ સ્ટોરી કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી. બંને એકબીજાને 10 વર્ષથી વધુ સમયથી ઓળખે છે. રાજકુમારે પત્રલેખાને પહેલીવાર એક જાહેરાતમાં જોઈ હતી અને મનોમન નક્કી કરી લીધું હતું કે તે જ તેની જીવનસાથી બનશે. વર્ષ 2014માં ફિલ્મ 'સિટી લાઈટ્સ'ના સેટ પરથી શરૂ થયેલી તેમની આ સફર હવે એક સુંદર પુત્રીના આગમન સાથે પૂર્ણતા પામી છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?