ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ
ગુજરાતી ફિલ્મ 'લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે' સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની

૩૦ દિવસમાં ₹૨૧ કરોડ કલેક્શન, વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ધૂમ

૩૦ દિવસમાં ₹૨૧ કરોડ કલેક્શન, વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ધૂમ
ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે! માત્ર ₹૧.૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ ૩૦ દિવસમાં ₹૨૧ કરોડનું ગ્રોસ કલેક્શન કરી બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ૧૦ ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે માત્ર ₹૫ લાખની કમાણી કરી હતી, પરંતુ વર્ડ ઓફ માઉથના જોરે ચોથા અઠવાડિયામાં તો એક જ દિવસે ₹૩ કરોડનો આંકડો પાર કર્યો હતો.
જૂનાગઢની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મની વાર્તા એક રિક્ષા ચાલક યુવાન (લાલો)ની છે, જે ખરાબ સંગત અને દારૂના રવાડે ચઢી જાય છે. તેના જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું આગમન થાય છે અને તેને સાચા માર્ગે લાવે છે. ફિલ્મના ડાયલોગ્સ “હું તો રસ્તો બતાવીશ, કર્મ તો તારે જ કરવાના” અને “ભૂલ અને ભગવાન તમે માનો તો જ દેખાય” સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સોશિયલ મીડિયા પર તહલકો - X (ટ્વિટર) પર #Laalo અને #KrishnaSadaSahaayate ટ્રેન્ડિંગમાં રહ્યા છે. દર્શકો થિયેટરમાંથી રડતા-રડતા બહાર આવતા હોવાના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફિલ્મને હાઉસફુલ કરી રહ્યો છે.
બોક્સ ઓફિસ બ્રેકડાઉન (ભારત નેટ):
આ ફિલ્મે ‘ચણિયા ટોળી’ ’ જેવી મોટી હિટ્સને પણ પછાડી દીધી છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં તમામ યુવા કલાકારો છે અને કોઈ મોટું સ્ટાર નામ નથી, તેમ છતાં તે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સફળતા બની છે.
“આ ફિલ્મ કોઈ વિવાદ વગર, શુદ્ધ ભાવના અને સારા સંદેશથી ચાલી છે. લાલો દર્શકોના હૃદયમાં વસી ગયો છે.”
હજુ પણ ગુજરાતના ૧૫૦+ થિયેટરોમાં હાઉસફુલ શો ચાલી રહ્યા છે. જો તમે હજુ નથી જોઈ, તો આ અઠવાડિયે જ થિયેટરમાં જઈને ‘લાલો’નો જાદુ અનુભવો!
લાલો’નો જાદુ જુઓ આ રીલ્સમાં
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.