'ધ ફેમિલી મેન'ની ત્રીજી સીઝન ગુરૂવારે થશે રીલિઝ
ધ ફેમિલી મેન સીઝન-3માં શ્રીકાંત તિવારીની અંગત અને વ્યાવસાયિક જિંદગીમાં સંઘર્ષ જોવા મળશે

ધ ફેમિલી મેન

ધ ફેમિલી મેન
અમેઝોન પ્રાઈમની સૌથી વધુ લોકપ્રિય વેબ સિરીઝ પૈકીની એક 'ધ ફેમિલી મેન સિઝન 3' ને લઈને મોટી અને રોમાંચક અપડેટ સામે આવી છે. ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આ ધમાકેદાર વેબ સિરીઝની ત્રીજી સિઝન ગુરૂવારે રાત્રે 12 વાગ્યે રિલીઝ થશે. મુખ્ય અભિનેતા મનોજ બાજપેયી ફરી એકવાર શ્રીકાંત તિવારીના લોકપ્રિય પાત્રમાં ફરી એકવાર જોવા મળશે. રાજ એન્ડ ડીકેના નિર્દેશનમાં બનેલી આ સિરીઝ વિશે પહેલેથી જ ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય ચે કે, આ સિઝનમાં ચાહકોને કયો મોટો ધમાકો જોવા મળશે. આ સિરિઝને ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાય છે તેની તમામ વિગતો અહીં આપવામાં આવી છે, જે તમારા ધ ફેમિલી મેન સીઝન 3 જોવાની બેતાબીને વધુ વધારી દેશે.
![]()
ચાહકોનો લાંબા સમયનો ઈન્તેજાર પૂરો
જ્યારથી સિરીઝનું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી જ ફેન્સમાં ધ ફેમિલી મેન સિઝન 3ને લઈને ઉત્સુકતા બમણી થઈ ગઈ છે. ચાહકોનો લાંબા સમયનો ઈન્તેજાર હવે પૂરો થવાનો છે, કારણ કે આ સિરીઝની રિલીઝ ડેટ નજીક આવી ગઈ છે. આ સિરીઝ પછી દર્શકોમાં ઉત્સુકતા કેટલી વધી ગઈ છે તે આપણે કમેન્ટ સેકશનમાં જોઈ શકીએ છીએ. એક ફેને લખ્યું છે કે, મનોજ બાજપાયનો ઓરા જ અલગ છે. તે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, મજા જ આવી જાય છે. ગજબના એક્ટર છે, શું એક્સપ્રેશ કરે છે... વાહ! જ્યારે અન્ય એક ફેને લખ્યું કે, આ સિરીઝના તો 9 સિઝન આવવા જોઈએ. નવા મિશન, સોલીડ કેરેક્ટર્સ, હ્યુમર અને મસાલા તથા ગ્રેટ એક્ટર.
ધ ફેમિલી મેન 3 ક્યારે રિલીઝ થશે
'ધ ફેમિલી મેન 3' 21 નવેમ્બર 2025ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ સિરીઝને ભારતીય સમય મુજબ રાત્રે 12 વાગ્યે અપલોડ કરવામાં આવશે. એટલે કે, ફેન્સ તેને 21 નવેમ્બરની રાત્રે 12 વાગ્યા પછી જોઈ શકશે. મનોજ બાજપેયી સ્ટારર આ ક્રાઇમ-થ્રિલર સિરીઝને તમે એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો. આ સિરીઝની અગાઉની બન્ને સિઝન જબરદસ્ત હિટ રહી હતી. તે 2 સીઝન પણ તમને આ જ પ્લેટફોર્મ પર જોવા મળી જશે.
ફેમિલી મેન 3 માં કોણ-કોણ છે?
ધ ફેમિલી મેન સિઝન 3 છે, તો આ વખતે સ્ટારકાસ્ટમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ સિઝનને વધુ દમદાર અને રોમાંચક બનાવવા માટે મેકર્સે નવા કલાકારોને ટીમમાં લાવ્યા છે. આ સિઝનમાં તમને નવા કલાકારો તરીકે જયદીપ અહલાવત, નિમ્રત કૌર, જુગલ હંસરાજ, આદિત્ય શ્રીવાસ્તવ, હરમને સિંઘા, પાલિન કબાબ, અને દર્શન કુમાર મુખ્ય ભુમિકાઓમાં જોવા મળવાના છે. જૂની સ્ટારકાસ્ટમાંથી મુખ્ય પાત્રોમાં મનોજ બાજપેયી, પ્રિયમણિ, ગુલ પનગ અને વેદાન્ત સિંહા નજર આવશે.
ધ ફેમિલી મેન 3 ની વાર્તામાં ટ્વિસ્ટ
ધ ફેમિલી મેન સિઝન 3ની વાર્તા પર નજર કરીએ તો, આ વખતે શ્રીકાંત તિવારી પર બેવડું જોખમ મંડરાઈ રહ્યું છે. આ સિઝનમાં તેમને પોતાની અંગત અને વ્યાવસાયિક જિંદગીને એકસાથે સંભાળવી વધુ મુશ્કેલ બની જશે. તેણે હવે માત્ર પોતાના દુશ્મનોનો જ નહિ, પરંતુ TASC, જે તેમની પોતાની ગુપ્તચર એજન્સી છે, તે પણ તેમને ટાર્ગેટ કરી રહી છે. શ્રીકાંતની પાછળ 2 નવા અને ખૂબ જ ખતરનાક દુશ્મનો પડવાના છે, જે પાત્ર ઘણું જોખમી હશે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે, શ્રીકાંત તિવારી આ જટિલ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળીને પોતાના દેશ અને પરિવારને બચાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.