દેવાયત ખવડના ડાયરામાં સ્ટેજ થયુ ધડામ
ડાયરામાં સ્ટેજ પર વધારે લોકો એકઠા થઈ જતા સ્ટેજ ધડામ દઈને નીચે પડ્યું

ડાયરામાં સ્ટેજ પડ્યુ

ડાયરામાં સ્ટેજ પડ્યુ
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ગઈકાલે (21 જાન્યુઆરી) રાત્રિના સમયે લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા સાહિત્યકાર દેવાયત ખવડ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિના સમયે, જ્યારે દેવાયત ખવડે શિવતાંડવ ગાવાની શરૂઆત કરી, ત્યારે લોકો ઘોર કરવા માટે સ્ટેજ પર પહોંચી ગયા, અને આ જ સમયે સ્ટેજનો એક બાજુનો ભાગ નીચે બેસી ગયો. તાત્કાલિક દેવાયત ખવડે શિવતાંડવ બંધ કરી લોકોને સ્ટેજથી નીચે ઊતરીને ઘોર કરવા વિનંતી કરી. સાથે જ તેમણે હાસ્ય વડે કહ્યું, "આ રંગીલું રાજકોટ છે, યાર! સ્ટેજ તો ભાંગી નાખે હોં!" જેમાં લોકોને વધુ ઉત્સાહ આવ્યો.
બીજી તરફ, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઈ 10-10ના બંડલ ઉડાવતા તેમણે હસમુખી રીતે કહ્યું, "2000ની ગુલાબી નોટ બંધ થઈ ગઈ છે, પરંતુ 500 વાળી તો ચાલુ છે, એ ઉડાવવી જોઈએ!"
ઉલ્લેખનીય છે કે, આ સ્ટેજ બેસી જવાની ઘટના દરમ્યાન કોઈ પણ જાનહાની ઘટી નથી.
આ વખતે (22 જાન્યુઆરી) વીર દાદા જશરાજ શૌર્યદિન નિમિતે લોહાણા સમાજ દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ગતરોજ (21 જાન્યુઆરી) રાજકોટના રેસકોર્સ મેદાનમાં રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગૌ સેવા માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા.
દેવાયત ખવડ રાત્રિ દરમ્યાન ડાયરાના અંતે હનુમાન ચાલીસા પૂર્ણ કરીને શિવતાંડવ ગાવાની શરૂઆત કરતા, ત્યારે લોકો સ્ટેજ પર આવી રૂપિયાની ઘોર કરવા લાગ્યા, અને આ દરમિયાન અચાનક સ્ટેજનો એક બાજુનો ભાગ નીચે બેસી ગયો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.