સિંગર કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ
સિંગર કિંજલ દવે એ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી

કિંજલ દવે

કિંજલ દવે
લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવે એ તેમના ચાહકોને એક મોટી ખુશખબર આપી છે. તેમણે 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને સફળ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. આ પાવન બંધનની જાહેરાત તેમણે પોતાના ફેસબુક પેજ પર સગાઈનો વીડિયો પોસ્ટ કરીને કરી હતી, જેમાં તેમણે 'ગોડ્સ પ્લાન' લખીને સત્તાવાર માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિંજલ દવે અને ધ્રુવિન શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયા બાદ 6 ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. આ સમાચારથી કિંજલ દવેના અસંખ્ય ચાહકોમાં આશ્ચર્યની સાથે સાથે ખુશીની લહેર જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે.
'જોજો એપ'ના ફાઉન્ડર
ઉલ્લેખનીય છે કે, 'ચાર ચાર બંગડીવાળી' ગીતથી સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બનેલા કિંજલ દવે એ એપ્રિલ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી, પરંતુ વર્ષ 2023માં તેમના સંબંધો તૂટી ગયા હતા. 2 વર્ષ બાદ કિંજલ દવે એ હવે જીવનના આ નવા પ્રકરણની શરૂઆત ધ્રુવિન શાહ સાથે કરી છે. કિંજલ દવેના નવા મંગેતર ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ છે, તેઓ એક અભિનેતાની સાથે સાથે પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી પણ આવે છે. વધુમાં, ધ્રુવિન શાહ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન 'જોજો એપ'ના ફાઉન્ડર પણ છે, જે તેમને એક સફળ ઉદ્યોગપતિ તરીકેની ઓળખ આપે છે.
આ પણ વાંચો: કિંજલ દવે 'ચાર-ચાર બંગડીવાળું' ગીત નહિ ગાઈ શકે
લાંબા સમયના સંબંધને સત્તાવાર માન્યતા
મહત્વનું છે કે, કિંજલ દવેના પિતા લલિત દવે હીરા ઘસવાનો વ્યવસાય કરવાની સાથે ગીતો લખવાનો શોખ ધરાવતા હતા, અને તેમના અને મનુ રબારીના પ્રયાસોથી જ નાની ઉંમરે કિંજલ દવેને 'જોનડિયો' લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો, જે થોડા જ સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયું હતું. હવે કિંજલ દવે એ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરીને તેમના લાંબા સમયના સંબંધને સત્તાવાર માન્યતા આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.