શોલેનું 50 વર્ષે કમબેક: જુઓ 'ધ ફાઈનલ કટ' 4K માં!
આઈકોનિક ફિલ્મ 'શોલે' 4K વર્ઝન અને ઓરિજનલ અનકટ એન્ડિંગ સાથે 12 ડિસેમ્બરે સિનેમાઘરોમાં

શોલે ધ ફાઈનલ કટ રિલીઝ

શોલે ધ ફાઈનલ કટ રિલીઝ
બોલિવૂડની સર્વશ્રેષ્ઠ ફિલ્મ 'શોલે'નું ભવ્ય પુનરાગમન: 4K રિસ્ટોરેશન સાથે 'ધ ફાઈનલ કટ'
બોલિવૂડની આઇકોનિક ક્લાસિક ફિલ્મ 'શોલે' આજે પણ તેના ગીતો, પાત્રો અને યાદગાર ડાયલોગ્સને કારણે દર્શકોના દિલમાં જીવંત છે. આ માસ્ટરપીસ ફિલ્મે તેના ૫૦ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણીમાં, યુવા પેઢીને આ ફિલ્મનો અનુભવ કરાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિગ્દર્શક રમેશ સિપ્પીની આ શાનદાર ફિલ્મ હવે 'શોલે: ધ ફાઈનલ કટ' ના નામથી મોટા પડદા પર ફરી આવી રહી છે. આ વખતે દર્શકોને આ ક્લાસિક ફિલ્મનો નવો અંદાજ જોવા મળશે, કારણ કે તેને 4K રિઝોલ્યુશન અને ડોલ્બી 5.1 સાઉન્ડમાં રિસ્ટોર કરવામાં આવી છે.
'શોલે: ધ ફાઈનલ કટ' ની રિલીઝ ડેટ :
મેકર્સે ઇન્સ્ટાગ્રામ પર ઠાકુર અને ગબ્બરની ઝલક સાથેનું પોસ્ટર શેર કરીને ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ ની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા પુનઃસ્થાપિત કરાયેલું આ ઓરિજનલ અનકટ વર્ઝન દર્શકો પ્રથમ વખત માણી શકશે.
ઐતિહાસિક અનકટ એન્ડિંગ થશે રિલીઝ :
'શોલે: ધ ફાઈનલ કટ' નું સૌથી મોટું આકર્ષણ તેનો ઓરિજનલ અનકટ એન્ડિંગ છે, જે પાંચ દાયકામાં પહેલીવાર જાહેર સ્ક્રીન પર બતાવવામાં આવશે. 1975માં રિલીઝ પહેલાં દેશમાં કટોકટી દરમિયાન લાદવામાં આવેલી કડક સેન્સરશીપના કારણે ફિલ્મના ક્લાઈમેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે, દર્શકો આખરે દિગ્દર્શક રમેશ સિપ્પીની મૂળ ઈચ્છા મુજબનો ક્લાઈમેક્સ જોઈ શકશે.
અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, હેમા માલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા દમદાર કલાકારોથી સજેલી આ ફિલ્મ ફરી એકવાર થિયેટરોમાં ધમાલ મચાવવા તૈયાર છે. 'શોલે: ધ ફાઈનલ કટ'ની રિલીઝ ડેટ જાહેર થતાં જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.