આંખોની સારવાર માટે USA જશે શાહરુખ ખાન
કિંગ ખાન શાહરૂખ ખાનની આંખોમાં થોડો પ્રોબલેમ થયો છે, જેના કારણે તેમને સારવાર માટે યુએસએ જવું પડશે

Shah Rukh Khan will go to USA for eye treatment

Shah Rukh Khan will go to USA for eye treatment
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા અભિનેતાને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો હવે તેની આંખોમાં થોડો પ્રોબલેમ થયો છે, જેના કારણે તેમને સારવાર માટે યુએસએ જવું પડશે. જો કે અભિનેતાએ આ પહેલા મુંબઈમાં આંખની સારવાર કરાવી હતી, પરંતુ અહીં સારવારમાં મુશ્કેલી થતી હોવાથી અભિનેતાને તાત્કાલિક યુએસએ લઈ જવામાં આવશે.
શાહરૂખ ખાન હાલમાં તેની આંખોની સારવાર કરાવી રહ્યો છે. શાહરૂખ ખાન સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ગયો હતો, પરંતુ અહીં તેમના પ્લાન મુજબ સારવાર ન થઈ. શાહરૂખ 29 જૂને હોસ્પિટલમાં ગયો હતો, જ્યાં તેમની યોગ્ય રીતે સારવાર ન થતાં તેમને યુએસએ લઈ જવામાં આવી રહ્યો છે.
સારવાર માટે આજે રવાના થશે USA
રિપોર્ટ અનુસાર હવે શાહરૂખને આંખોની સમસ્યા ઉભી થઈ છે. જેના માટે તે યુએસએ જઈ રહ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુપરસ્ટાર આજે અથવા આજે એટલે કે મંગળવાર 30 જુલાઈએ વિદેશ રવાના થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.