રણદીપ હૂડા અને લીને ફેન્સ સાથે શેર કરી ગુડ ન્યૂઝ!
બોલીવુડ દંપતીએ જંગલ વચ્ચેની સુંદર તસવીર શેર કરી જાહેરાત કરી, શુભેચ્છાઓની ભરમાર..

રણદીપ હૂડા અને લીને ફેન્સ સાથે શેર કરી ગૂડન્યૂઝ

રણદીપ હૂડા અને લીને ફેન્સ સાથે શેર કરી ગૂડન્યૂઝ
બોલિવૂડ અભિનેતા રણદીપ હૂડા અને તેમની પત્ની, અભિનેત્રી-એન્ટ્રેપ્રિન્યોર લીન લેશરામ, હવે તેમના જીવનના એક નવા અને સુંદર પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. લગ્નના બે વર્ષ બાદ આ દંપતીએ તેમના ચાહકોને ખુશીના સમાચાર આપ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ તેમના પ્રથમ સંતાનને આવકારશે.
રણદીપ હૂડા અને લીન લેશરામે તેમની બીજી લગ્નની વર્ષગાંઠ પર આ ખુશખબરીની જાહેરાત કરી હતી.
રણદીપ અને લીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ પર આ આનંદના સમાચાર શેર કરવા માટે એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં બંને જંગલના વાતાવરણમાં બોનફાયર (તાપણી) પાસે બેઠેલા જોવા મળે છે. એકદમ કોઝી આઉટફીટમાં ટ્વીનીંગ કરી ક્યુટ ફોટો શહેર કરી ફેન્સને સમાચાર આપ્યા હતા.
View this post on Instagram
આ સુંદર તસવીર સાથે જ તેમણે લીનની પ્રેગ્નન્સીની જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યું હતું: "Two years of love, adventure, and now… a little wild one on the way" (બે વર્ષનો પ્રેમ, સાહસ, અને હવે... એક નાનો જંગલી જીવ રસ્તામાં છે.) આ જાહેરાત બાદ તરત જ ચાહકો અને શુભેચ્છકોએ કોમેન્ટ બોક્સમાં શુભેચ્છાઓ અને પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો.
થિયેટર ગ્રુપથી લગ્ન સુધીની સફર
રણદીપ હૂડા અને લીન લેશરામની પ્રેમ કહાણી નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રુપ 'મોટલી'થી શરૂ થઈ હતી, જ્યાં બંનેની મિત્રતા થઈ અને તે પછી પ્રેમમાં પરિણમી. ટૂંકા સમય માટે ડેટિંગ કર્યા બાદ આ કપલે 2023માં મણિપુરના ઇમ્ફાલમાં લગ્ન કર્યા હતા.
તેમણે પરંપરાગત મેઇતેઇ લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતા, જ્યાં રણદીપ હૂડા અને લીન લેશરામ પરંપરાગત મણિપુરી દુલ્હનના પોશાકમાં સોનાના દાગીનાથી સજ્જ હતા. તેમના લગ્ન એક ગ્રાન્ડ છતાં અંગત સમારોહ હતા, જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારે હાજરી આપી હતી. હવે આ દંપતી તેમના જીવનના આ નવા અને અદ્ભુત તબક્કા માટે તૈયાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.