ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને ઝટકો
દિલ્હી હાઈકોર્ટનો આદેશ, રાજપાલ યાદવે 4 ફેબ્રુઆરીએ જેલમાં સરેન્ડર કરવું પડશે

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ
બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સના કેસમાં અભિનેતાને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે આદેશ આપ્યો છે કે રાજપાલ યાદવે આજે જ એટલે કે 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ જેલ સત્તાધીશો સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.
કોર્ટે કેમ ફગાવી અરજી ?
અદાલતે નોંધ્યું હતું કે રાજપાલ યાદવને બાકી રકમ ચૂકવવા અને સમાધાન કરવા માટે અગાઉ અનેક તકો આપવામાં આવી હતી. આમ છતાં, તેમણે કોર્ટમાં આપેલા વચનોનું પાલન કર્યું નથી. હાઈકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે વારંવાર સમય માંગવો એ કોર્ટની ઉદારતાનો દુરુપયોગ છે, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં. આ અગાઉ વર્ષ 2024માં તેમની સજા પર રોક લગાવવામાં આવી હતી, પરંતુ શરતો પૂરી ન થતા હવે તે રક્ષણ પાછું ખેંચી લેવાયું છે.
શું છે કરોડોની લોનનો વિવાદ ?
આ સમગ્ર મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ અતા પતા લાપતાના નિર્માણ માટે એક ખાનગી કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. વ્યાજ સાથે આ રકમ પરત કરવાની હતી, પરંતુ તેમની કંપની નાણાં ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. સમય જતાં આ દેવું વધીને 11.10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
દંડ અને જેલની વિગત :
આ કેસમાં નીચલી અદાલતે અગાઉ રાજપાલ યાદવને સાત અલગ-અલગ ચેક બાઉન્સના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને 1.60 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સાથે જ તેમની પત્ની પર પણ દંડ લાદવામાં આવ્યો હતો. જોકે રાજપાલ યાદવે દલીલ કરી હતી કે આ રોકાણ હતું, લોન નહીં, પરંતુ કોર્ટે આ દલીલ માન્ય રાખી ન હતી. હવે કોર્ટે આદેશ આપ્યો છે કે અગાઉ જમા કરાયેલી રકમ ફરિયાદ કરનાર પક્ષને સોંપી દેવી. આ મામલે હવે 5 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી