ધુરંધરના'શરારત ગીત પર જોનાસ બ્રધર્સએ ધમાલ મચાવી
જોનાસ બ્રધર્સ સાથે ધમાલ મચાવી રહ્યા છે નિક જોનાસ, રણવીર સિંહે આપ્યું મજેદાર રિએક્શન

નિક જોનસ

નિક જોનસ
ધુરંધર'નો ક્રેઝ હજુ ઠંડો પડ્યો નથી. રિલીઝના 15 દિવસ પછી પણ ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે આ ક્રેઝ બોર્ડર પાર કરીને હોલીવુડ સુધી પહોંચી ગયો છે – પ્રિયંકા ચોપરાના પતિ અને પોપ સ્ટાર નિક જોનાસ પણ 'ધુરંધર'ના ફેન બની ગયા છે. નિકે પોતાના ભાઈઓ કેવિન અને જો જોનાસ સાથે ફિલ્મના હિટ ડાન્સ નંબર 'શરારત' પર ડાન્સ કરતો એક મજેદાર વીડિયો શેર કર્યો છે.
નિકે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર આ નાનકડો ક્લિપ પોસ્ટ કર્યો, જેમાં તે ગીત પર જોરશોરથી ઠુમકા લગાવતો દેખાય છે. બેકગ્રાઉન્ડમાં તેના ભાઈઓ પણ મસ્તીમાં જોડાઈને વાઇબ કરી રહ્યા છે. કેપ્શનમાં નિકે લખ્યું – "New pre-show hype song unlocked." એટલે કે આ ગીત હવે તેના દરેક શો પહેલાંનું હાઇપ સોંગ બની ગયું છે.
વીડિયો પોસ્ટ થતાં જ વાયરલ થઈ ગયો. ફેન્સ નિકને ફરીથી 'નેશનલ જીજુ' કહીને ટ્રોલ અને પ્યાર બંને વરસાવી રહ્યા છે. કોમેન્ટ્સમાં એક યુઝરે લખ્યું – "નેશનલ જીજુ ફોર અ રીઝન!", બીજાએ કહ્યું – "મસ્તીખોર જીજુ પોતાનો ટાઇમ એન્જોય કરી રહ્યા છે." એકે મજાકમાં પૂછ્યું – "તમારી પાસે આધાર કાર્ડ છે?" જ્યારે અનેકે લખ્યું – "અમારો જીજુ કેવો હોય, નિક જીજુ જેવો હોય!
સેલેબ્સના રિએક્શન્સ

આ પહેલી વાર નથી કે નિકે બોલિવુડ ગીતો પર પ્યાર વરસાવ્યો હોય. તાજેતરમાં જ તેણે ઋતિક રોશન અને કિયારા અડવાણીની ફિલ્મ 'વોર 2'ના ગીત 'આવન જાવન' પર ડાન્સ વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ તેનું પ્રી-શો ફેવરિટ છે.
'શરારત' ગીતની વિગતો'ધુરંધર'નું આ એનર્જેટિક ડાન્સ નંબર મધુબંતી બાગચી અને જાસ્મિન સેન્ડલસ ગાયું છે. મ્યુઝિક શાશ્વત સચદેવનું છે, જ્યારે ફિલ્મમાં આ પર આયેશા ખાન અને ક્રિસ્ટલ ડિસોઝાએ હોટ પર્ફોર્મન્સ આપી છે. ગીત રિલીઝ થયું ત્યારથી જ વાયરલ છે.
'ધુરંધર'નું બોક્સ ઓફિસ જલવોઆદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ સ્પાય થ્રિલર 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને સારા અર્જુન લીડ રોલમાં છે. 14 દિવસમાં ફિલ્મે ભારતમાં ₹460 કરોડ+ અને વર્લ્ડવાઇડ ₹700 કરોડ+નું કલેક્શન કરી લીધું છે. આ 2025ની ટોચની ગ્રોસર્સમાં સામેલ છે અને સિક્વલ 'ધુરંધર 2' 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે.
નિકનો આ વીડિયો બોલિવુડની ગ્લોબલ રીચનો પુરાવો છે – ફેન્સ કહી રહ્યા છે કે હવે જોનાસ બ્રધર્સનો ઇન્ડિયા ટૂર કરાવો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.