પ્રિયંકા ચોપરા ટ્રેડિશનલ લૂકમાં છવાઇ
હૈદરાબાદમાં 'વારાણસી' મૂવીની લોન્ચ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા ટ્રેડિશનલ લૂકમાં છવાઇ

પ્રિયંકા ચોપરા ટ્રેડિશનલ લૂક

પ્રિયંકા ચોપરા ટ્રેડિશનલ લૂક
પ્રિયંકા ચોપરા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. રાજામૌલીએ શૂટિંગ માટે હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં આયોજિત ભવ્ય ઇવેન્ટમાં પ્રિયંકાએ ટ્રેડિશનલ લૂકમાં એન્ટ્રી લીધી. આ વખતે તેઓ મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે ઇવેન્ટમાં હાજર રહી હતી.
ફિલ્મનું ટાઇટલ 'વારાણસી' જાહેર કરવામાં આવ્યું, જેમાં મહેશ બાબુના ફર્સ્ટ લૂક સાથે દર્શકો આશ્ચર્યચકિત થયા. પ્રિયંકાએ સફેદ સાડી, મેંચિંગ નેકલેસ, માંગટીકા, બ્રેસલેટ અને વેસ્ટ બેલ્ટ સાથે પોતાના લુકને પૂર્ણ કર્યું, જેને જોઈ ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ઇવેન્ટમાં પ્રિયંકા 'દેશી ગર્લ' ગીતના નવા વર્ઝન પર સ્ટેજ પર હતી. તેમણે તેલુગુ સિનેમામાં કામ કરવાનો આનંદ વ્યક્ત કર્યો અને રાજામૌલી, મહેશ બાબુ અને ફિલ્મ ટીમનો આભાર માન્યો હતો. આ સાથે તેઓ ચાહકોને વચન આપ્યું કે આગામી મુલાકાતે તે તેલુગુ બોલશે.
ફિલ્મમાં પ્રિયંકાનું પાત્ર 'મંદાકિની' છે. મહેશ બાબુનો લૂક પણ ઇવેન્ટમાં રજૂ થયો હતો, જેમાં તે લોહીથી લથપથ અને ત્રિશૂળ પકડી બળદની સવારી કરતાં દેખાઈ રહ્યા છે. દર્શકો અને ફેન્સ બંને લૂક અને દેખાવને વખાણ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.