બાદશાહના વિવાદાસ્પદ ગીત પર પોલીસની કડક કાર્યવાહી
હરિયાણા પોલીસ એક્શનમાં: બાદશાહના ગીત Tateereeની 850થી વધુ સોશિયલ મીડિયા લિંક્સ દૂર કરાઈ

સિંગર બાદશાહ વિવાદિત ગીત

સિંગર બાદશાહ વિવાદિત ગીત
બોલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં હાલ વિવાદાસ્પદ ગીતો સામે કાયદાનો સકંજો કસાયો છે. નોરા ફતેહીના ગીત બાદ હવે જાણીતા રેપર અને સિંગર બાદશાહના ગીત 'Tateeree' સામે હરિયાણા પોલીસે લાલ આંખ કરી છે. આ ગીતમાં વપરાયેલા શબ્દો અને ભાષાને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે પોલીસે ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ ગીતનું અસ્તિત્વ મિટાવવાની કામગીરી તેજ કરી છે.
850થી વધુ લિંક્સ પર પોલીસની ત્રાટક :
પંચકુલા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, બાદશાહના આ વિવાદાસ્પદ ગીત સાથે જોડાયેલી કુલ 857 ડિજિટલ લિંક્સ અત્યાર સુધીમાં દૂર કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 154 મુખ્ય વીડિયો અને 703 શોર્ટ વીડિયો તેમજ ઇન્સ્ટાગ્રામ રીલ્સનો સમાવેશ થાય છે. પોલીસે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે સંકલન સાધીને આ વાંધાજનક કન્ટેન્ટને હટાવ્યું છે.
મહિલા આયોગના સમન્સની અવગણના પડી ભારે :
આ વિવાદ માત્ર ગીતના શબ્દો સુધી મર્યાદિત નથી. હરિયાણા રાજ્ય મહિલા આયોગે ગીતના કન્ટેન્ટને મહિલાઓ માટે અપમાનજનક ગણાવીને બાદશાહને અનેકવાર સમન્સ પાઠવ્યા હતા. જોકે, સિંગર વારંવાર સમન્સ છતાં હાજર ન થતા આયોગે તેમની ધરપકડ સુધીની માંગ કરી હતી. આ કાનૂની દબાણ વચ્ચે હવે પોલીસે ટેકનિકલ રીતે ગીતને ફેલાતું અટકાવવા કડક નિર્દેશો જારી કર્યા છે.
પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય :
હરિયાણા પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સમાજમાં વાંધાજનક અને અશ્લીલ ભાષા ધરાવતા કન્ટેન્ટને રોકવાનો છે. ખાસ કરીને એવા ગીતો જે મહિલાઓ અને સગીરોને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે, તેમની સામે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને નોટિસ આપી દેવામાં આવી છે કે જો આ ગીત ફરીથી કોઈ પણ સ્વરૂપમાં અપલોડ થશે તો તેની સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે.
બોલિવૂડમાં સેન્સરશિપનો નવો ટ્રેન્ડ :
નોરા ફતેહીનું 'સરકે ચુનર' હોય કે બાદશાહનું 'Tateeree', બંને કિસ્સામાં જનતાના વિરોધ અને પોલીસની સક્રિયતાને કારણે કન્ટેન્ટ દૂર કરવાની નોબત આવી છે. આ ઘટના સૂચવે છે કે હવે સંગીતકારોએ ગીતના શબ્દોની પસંદગીમાં વધુ સાવચેતી રાખવી પડશે. પંચકુલા પોલીસ હજુ પણ આ મામલે વધુ લિંક્સ શોધી રહી છે જેથી આ ગીતને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.