ફસાઈ ગઈ મહાકુંભની મોનાલીસા
‘દારૂ પછી સનોજ મિશ્રાને છોકરી જોઈએ છે’, ફિલ્મ નિર્માતા જીતેન્દ્ર નારાયણ પર ગંભીર આરોપ

ફસાઈ ગઈ મહાકુંભની મોનાલીસા

ફસાઈ ગઈ મહાકુંભની મોનાલીસા
મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા હવે ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે. દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમને તેમની એક ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું અને હવે મોનાલિસા મધ્યપ્રદેશ છોડીને પોતાના સપનાઓ સાથે ઉંચી ઉડાન ભરી રહી છે પરંતુ હવે સનોજ મિશ્રા પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. એટલું જ નહીં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોનાલિસા હવે એક જાળમાં ફસાઈ ગઈ છે.
એક ઇન્ટરવ્યુમાં બંગાળ ડાયરી, રામ કી જન્મભૂમિ અને કાશી ટુ કાશ્મીર ફિલ્મોના નિર્માતા જિતેન્દ્ર નારાયણ સેંગર ઉર્ફે વસીમ રૂજવીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જીતેન્દ નારાયણ સેંગરે સનોજ મિશ્રા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તે કહે છે કે સનોજ મિશ્રા નશામાં રહે છે અને સેટ પર પણ દારૂ પીવે છે. પીધા પછી તેમને છોકરીઓની જરૂર પડે છે.
જીતેન્દ્ર નારાયણ સેંગર કહે છે કે, સનોજ મિશ્રાએ ઘણી ફિલ્મો બનાવવાની વાત કરી હતી પરંતુ તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ ન હતી અને ન તો તે કોઈ કમાણી કરી શકી હતી. તે કહે છે કે મોનાલિસાનો પરિવાર ખૂબ જ સરળ અને માસૂમ છે. જીતેન્દ્ર નારાયણ સેંગરે જણાવ્યું કે, અમારી ફિલ્મનું શૂટિંગ સીતાપુરમાં ચાલી રહ્યું હતું, ત્યાં પણ તેણે સેટ પર દારૂ પીવાનું શરૂ કર્યું અને ત્યાં હાજર મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું.
દિગ્દર્શક સનોજ મિશ્રા અંગે તેમણે કહ્યું કે, મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસાનો પરિવાર ખૂબ જ સરળ છે. સનોજ તેમના ઘરે પહોંચ્યો અને સનોજ વિશે કંઈપણ તપાસ કર્યા વિના, તેઓએ તેમની પુત્રીને તેને સોંપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે, ઉત્તરપ્રદેશની ઘણી છોકરીઓએ ફરિયાદ કરી છે કે તે ઘણી છોકરીઓને હિરોઈન બનાવવા માટે મુંબઈ લઈ ગયો અને ત્યાં તેમની પાસેથી ખરાબ કામ કરાવ્યા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.