લાખોની ટિકિટ છતાં ટેન્ટમાં યોજાયો 'ફેશનનો ઓસ્કાર'
મેટ ગાલાની વાસ્તવિકતા જોઈ ચાહકો સ્તબ્ધ

સ્ક્રિન ગ્રેબ

સ્ક્રિન ગ્રેબ
Met Gala 2026: ફેશન જગતની સૌથી પ્રતિષ્ઠિત અને ઝાકમઝાળ ભરેલી ઇવેન્ટ ‘મેટ ગાલા 2026’ તાજેતરમાં જ સંપન્ન થઈ. મે મહિનાના પ્રથમ સોમવારે ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (MET) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વભરના દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી. જોકે, આ લક્ઝરી ઇવેન્ટના ગ્લેમર અને ભપકા પાછળની એક એવી વાસ્તવિકતા સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કરોડો રૂપિયાના ડ્રેસિસ અને લાખોની ટિકિટો હોવા છતાં, સેલેબ્સે રસ્તા પર ઉભા કરાયેલા કામચલાઉ ટેન્ટમાં વોક કર્યું હોવાનો ખુલાસો થયો છે.
લક્ઝરી પાછળનો 'બિહાઇન્ડ ધ સીન' ચહેરો
મેટ ગાલા હંમેશા તેની ભવ્યતા માટે જાણીતું છે, પરંતુ આ વખતે ન્યુયોર્કવાસીઓએ શેર કરેલા કેટલાક વીડિયોએ આ ‘લક્ઝરી’ પાછળની પોલ ખોલી નાખી છે. મેનહટનના ફિફ્થ એવન્યુ પર સ્થિત મ્યુઝિયમની બહારથી પસાર થતા સ્થાનિક લોકોએ ઇવેન્ટના બિહાઇન્ડ ધ સીન (BTS) દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, મ્યુઝિયમની બહારના જાહેર રસ્તા પર જ એક વિશાળ કામચલાઉ ટેન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોંઘી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના કિંમતી કોસ્ચ્યુમ્સ પહેરીને આવેલા ગ્લોબલ આઇકોન્સે આ રસ્તા પર બનેલા ટેન્ટમાંથી પસાર થઈને રેડ કાર્પેટ સુધી પહોંચવું પડ્યું હતું. ઇન્ટરનેટ પર જે ગ્લેમર જોઈને ચાહકો મંત્રમુગ્ધ થઈ જાય છે, તેની પાછળ આ પ્રકારની કામચલાઉ વ્યવસ્થા જોઈને ઘણા લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
Indian wedding decorators do a better job hiding the street than a $20 Million Met Gala event. 🤡✨pic.twitter.com/IJ8TUek57C
— Sunday 🌞 (@VagueSoul_) May 6, 2026
એન્ટ્રી માટે લોઢાના ચણા ચાવવા સમાન પ્રક્રિયા
મેટ ગાલામાં માત્ર પૈસા ખર્ચીને એન્ટ્રી મેળવવી શક્ય નથી. તે સત્તા, પ્રતિષ્ઠા અને ખાસ કરીને ‘વોગ’ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ એના વિન્ટોરની વ્યક્તિગત મંજૂરીનો વિષય છે. રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે એક ટિકિટની કિંમત અંદાજે $100,000 (આશરે ₹83 લાખ) હતી, જ્યારે 10 લોકોના ટેબલની કિંમત $350,000 થી શરૂ થાય છે. ગુચી, શનેલ અને વર્સાચે જેવી મોટી બ્રાન્ડ્સ આખું ટેબલ ખરીદે છે, પરંતુ તે ટેબલ પર કોણ બેસશે તેનું લિસ્ટ પણ એના વિન્ટોર પાસે મોકલવું પડે છે. જો તેમને કોઈ સેલેબ્રિટીની સ્ટાઈલ કે ઈમેજ પસંદ ન આવે, તો તે નામ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. ટૂંકમાં, એના વિન્ટોરની મંજૂરી વિના ગમે તેટલા ધનાઢ્ય વ્યક્તિ માટે પણ મેટ ગાલાના દરવાજા ખુલતા નથી.
ભારતીય પ્રતિભા અને વૈશ્વિક સિતારાઓનો મેળાવડો
4 મેના રોજ યોજાયેલા આ વર્ષના મેટ ગાલામાં ભારતનું પ્રતિનિધિત્વ પણ મજબૂત જોવા મળ્યું હતું. ભારતીય બિઝનેસવુમન ઈશા અંબાણી, અનન્યા બિરલા અને જયપુરના રાજવી પરિવારના પ્રિન્સ-પ્રિન્સેસે આ ઇવેન્ટમાં પોતાની હાજરી નોંધાવી હતી. વૈશ્વિક સ્તરે, રિહાના, મેડોના, કેટી પેરી, સબરીના કાર્પેન્ટર અને ડોજા કેટ જેવા સંગીત જગતના માંધાતાઓએ ભાગ લીધો હતો. હોલિવૂડમાંથી એન હેથવે, એમિલી બ્લન્ટ, કિમ કાર્દાશિયન, કેન્ડલ જેનર અને જેકબ એલોર્ડી જેવા કલાકારોએ ફેશનના અવનવા પ્રયોગો કર્યા હતા. રમતગમત ક્ષેત્રે સેરેના વિલિયમ્સ, લુઈસ હેમિલ્ટન અને નાઓમી ઓસાકા જેવા ખેલાડીઓએ પણ રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.
સામાન્ય લોકો માટે મફતનો નજારો
ઇન્વાઇટ ઓન્લી હોવા છતાં, ન્યુયોર્કના સ્થાનિક લોકોએ આ ભવ્ય ઇવેન્ટનો નજારો રસ્તા પરથી મફતમાં માણ્યો હતો. જ્યારે સેલેબ્સ લક્ઝરી કારમાંથી ઉતરીને કામચલાઉ ટેન્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બહાર ઉભેલા ચાહકોને તેમના માનીતા સિતારાઓની એક ઝલક જોવા મળી હતી. આ પહેલીવાર હતું જ્યારે આટલી હાઈ-પ્રોફાઈલ ઇવેન્ટની આંતરિક વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચી છે. મેટ ગાલા 2026 એ ફરી એકવાર સાબિત કર્યું છે કે ફેશન દુનિયામાં ગમે તેટલા આધુનિક ફેરફારો આવે, પરંતુ આ ઇવેન્ટનો ક્રેઝ અને તેના નિયમો આજે પણ અકબંધ છે. ભલે વ્યવસ્થા કામચલાઉ ટેન્ટમાં હોય, પણ તેની ભવ્યતા હજુ પણ ‘ફેશનના ઓસ્કાર’ સમાન જ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.