મર્દાની 3 નું ટ્રેલર રીલીઝ રાનીનો દમદાર લુક
શિવાની શિવાજી રોયનું ધમાકેદાર કમબેક, 'અમ્મા' નામના ખતરનાક વિલન સામે રાની મુખર્જીની જંગ

મર્દાની 3

મર્દાની 3
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રાની મુખર્જી ફરી એકવાર તેના સૌથી લોકપ્રિય પાત્ર શિવાની શિવાજી રોય સાથે મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. ફિલ્મ 'મર્દાની 3' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે જોયા બાદ પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. 3 મિનિટ અને 16 સેકન્ડનું આ ટ્રેલર ગુનાખોરીની દુનિયાની ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે.
શું છે ફિલ્મની વાર્તા ?
આ ફિલ્મની વાર્તા શહેરમાંથી રહસ્યમય રીતે ગાયબ થતી નાની બાળકીઓ પર આધારિત છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે 93 છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. આ મામલાને ઉકેલવા માટે તેજતર્રાર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયને જવાબદારી સોંપવામાં આવે છે. તપાસ દરમિયાન જાણવા મળે છે કે આ આખા રેકેટ પાછળ 'અમ્મા' નામનું એક શક્તિશાળી અને ક્રૂર પાત્ર છુપાયેલું છે.
દમદાર એક્શન અને સંવાદો :
ટ્રેલરમાં રાની મુખર્જીનો અંદાજ અગાઉની બે ફિલ્મો કરતા પણ વધુ આક્રમક જોવા મળી રહ્યો છે. હાઈ-વોલ્ટેજ એક્શન સિક્વન્સ અને મજબૂત બેકગ્રાઉન્ડ સ્કોર ટ્રેલરને વધુ પ્રભાવશાળી બનાવે છે. આ વખતે શિવાની માત્ર ગુનેગારો સાથે જ નહીં, પરંતુ ભ્રષ્ટ સિસ્ટમ સામે પણ લડતી જોવા મળશે. સોશિયલ મીડિયા પર ચાહકો રાનીના વખાણ કરી રહ્યા છે અને ફિલ્મને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભાગ ગણાવી રહ્યા છે.
મર્દાની ફ્રેન્ચાઈઝીનું બોક્સ ઓફિસ પ્રદર્શન :
મર્દાની (2014): આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 59.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું
મર્દાની 2 (2019): આ સીક્વલે પણ બોક્સ ઓફિસ પર સારી પકડ જમાવી હતી અને કુલ 67.12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
વર્ષ 2026 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક એવી 'મર્દાની 3' સિનેમાઘરોમાં 30 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?