લાલો ફિલ્મ હવે હિન્દીમાં રિલીઝ થશે: જાણો તારીખ
માત્ર 50 લાખમાં બનેલી લાલો ફિલ્મે કરી 100 કરોડથી વધુની કમાણી, હવે હિન્દીમાં થશે રજૂ

લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે

લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે
ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે' હવે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવા તૈયાર છે. ગુજરાતમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ નિર્માતાઓએ આ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જે પ્રેક્ષકો હિન્દી વર્ઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે હવે તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
9 જાન્યુઆરીએ હિન્દીમાં થશે એન્ટ્રી :
કોઈ મોટી સ્ટારકાસ્ટ વગર પણ પ્રેક્ષકોના દિલ જીતનારી આ ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ હિન્દી ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. નાના બજેટની હોવા છતાં તેની વાર્તા અને કલાકારોના અભિનયના જોરે આ ફિલ્મે ગુજરાતી ફિલ્મો માટે એક નવો અધ્યાય લખ્યો છે.
કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા :
અંકિત સખિયાના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મનું બજેટ માત્ર 50 લાખ રૂપિયા હતું. જોકે, તેની કમાણી આશ્ચર્યજનક રહી છે. અહેવાલો મુજબ, ફિલ્મે ગુજરાતી વર્ઝનથી જ 100 કરોડનો આંકડો વટાવી દીધો છે અને કુલ કલેક્શન 120 કરોડની આસપાસ પહોંચ્યું છે. આ રીતે ફિલ્મે તેના બજેટ કરતા 24,000 ટકા જેટલો જંગી નફો રળ્યો છે. 100 કરોડના ક્લબમાં સ્થાન મેળવનારી આ પહેલી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે.
માઉથ પબ્લિસિટીથી મળી સફળતા :
ગયા વર્ષે 10 ઓક્ટોબરે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને મર્યાદિત સ્ક્રીન્સ મળી હતી. પરંતુ દર્શકોના સકારાત્મક પ્રતિસાદ અને સોશિયલ મીડિયા પર થયેલા વખાણને કારણે તેની માંગ સતત વધતી ગઈ. પરિણામે અનેક સિનેમાઘરોમાં અઠવાડિયાઓ સુધી હાઉસફુલના બોર્ડ જોવા મળ્યા હતા. ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહાદ ગોસ્વામી અને કરણ જોષીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.