કપિલ શર્માના કેફે પર ગોળીબારના શૂટરની ધરપકડ
કપિલ શર્માના કેફે પર ગોળીબારના મુખ્ય શૂટરની ધરપકડ: ગોલ્ડી બ્રાર અને ધિલ્લોન સાથે કનેક્શન

ગોળીબારના શૂટરની ધરપકડ

ગોળીબારના શૂટરની ધરપકડ
કોમેડિયન કપિલ શર્માના કેનેડાના વાનકુવરમાં આવેલા 'કેપ્સ કેફે' પર થયેલા ગોળીબારના મુખ્ય આરોપી અને શૂટર બંધુ માન સિંહ સેખોને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આ ધરપકડને પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે સેખોન ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના સહયોગી તરીકે ઓળખાય છે અને તેનું લોરેન્સ બિશ્નોઈ ગેંગના વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન સાથે પણ જોડાણ છે.
સેખોને ૧૦ જુલાઈ ૨૦૨૫ના ગોળીબાર પછી તરત જ કેનેડાથી ભારત ભાગી આવ્યો હતો અને તેને આગસ્ટમાં દેશમાં પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે તેણે શૂટરોને હથિયારો અને વાહન પૂરું પાડ્યું હતું. આ ઘટના પછી તે દિલ્હીમાં છુપાયેલો હતો, જ્યાંથી તેને પકડવામાં આવ્યો.
કેફે પર ત્રણ વાર હુમલા: ગેંગ વોરની આશંકાકપિલ શર્માએ આ વર્ષે વાનકુવરમાં 'કેપ્સ કેફે' ખોલ્યું હતું, જે ખુલ્લા પછીથી ત્રણ વાર ગોળીબારનો શિકાર બન્યું છે:
પોલીસ અનુસાર, આ હુમલાઓ ગેંગ વોરનો ભાગ હોઈ શકે છે, જેમાં ગોલ્ડી ધિલ્લોન અને કુલદીપ સિધુ જેવા ગેંગસ્ટર્સની સંડોવણી છે. દિલ્હી પોલીસ હવે આ કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે, જેથી મુખ્ય કાવતરાને ઉજાગર કરી શકાય.
આ સતત ગોળીબારથી ભારે હોબાળો મચી ગયો, જેના કારણે કેફે થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. આ પછી 16 ઓક્ટોબરે કેફે પર ત્રીજી વખત ગોળીબાર થયો. કારમાં આવેલા કેટલાક બદમાશોએ હવામાં ગોળીબાર કર્યો. અત્યાર સુધીમાં, કેપ્સ કાફેમાં ત્રણ ગોળીબાર થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.