JOLLY LLB 3 : અક્ષય-અરશદની જોડી હિટ
જોલી LLB 3 ફિલ્મએ ધૂમ મચાવી છે.
JOLLY LLB 3
JOLLY LLB 3
ઘણા બધા ચાહકો જેની બેશબરીથી રાહ જોઈ રહ્યા હતા. તે ફિલ્મ હવે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મએ દર્શકોનું મન જીતી લીધું છે. તેવી જોલી LLB 3 ફિલ્મએ ધૂમ મચાવી છે. આ ફિલ્મના શરૂઆતના દિવસની કમાણીના આંકડા બહાર આવી ગયા છે. તો ચાલો જાણીએ ફિલ્મે શરૂઆતના દિવસે કેવું પ્રદર્શન કર્યું.
અક્ષય કુમારની 2025ની ત્રીજી ફિલ્મ સિનેમા ઘરોમાં આવી ગઈ છે. તેમની જોલી LLB 3 થિયેટરમાં આવી ગઈ છે. ત્યાર બાદ ફિલ્મની કમાણીના આંકડા બહાર આવી ગયા છે. ફિલ્મના પહેલા ભાગમાં અરશદ વારસીએ આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ત્યાર બાદ બીજા ભાગમાં અક્ષયકુમારને કાસ્ટ કરવામાં આવ્યું હતું. તે જોતાં ફિલ્મના બંને ભાગનું કલેક્શન સારું રહ્યું હતું. જ્યારે ફિલ્મના ત્રીજાભાગની શરૂઆત પણ સારી રહી છે. જોલી LLB 3 રીલીઝ પછી બે વધુ ફિલ્મો આવી છે. તો ચાલો જાણીએ અક્ષય કુમાર અને અરશદ વારસીની જોડીએ આ ફિલ્મમાં શું સિદ્ધિઓ મેળવી છે. અને કઈ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
JOLLY LLB 3 એ શરૂઆતના દિવસમાં કેટલી કમાણી કરી :
JOLLY LLB સિરીઝ એ 12 વર્ષના ઈતિહાસમાં દર્શકોનું મન સંપૂર્ણ રીતે મનોરંજન કર્યું છે. અને ફિલ્મએ ઘણી સારી કમાણી પણ કરી છે. આ સફળતાને આગળ વધારવા માટે હવે ત્રીજા ભાગની જવાબદારી છે. અહેવાલો અનુસાર ફિલ્મે તેના શરૂઆતના દિવસે રૂપિયા 12.50 કરોડનું કલેક્શન કર્યું હતું. બજેટને ધ્યાનમાં રાખીને આ કલેક્શન પ્રભાવશાળી માનવામાં આવે છે. અંદાજે રૂપિયા 75 કરોડ થી 80 કરોડ છે. જો ફિલ્મનું કલેક્શન શનિવાર અને રવિવારે આ ગતિએ ચાલુ રહેશે તો ટુંક સમયમાં તેનું બજેટ પાછું મેળવી શકે છે.
JOLLY LLB 3 એ કઈ ફિલ્મોને પાછળ છોડી :
જોલી LLB 3 ના આગમનથી સાઉથ ઈન્ડિયનની ત્રણ મોટી ફિલ્મોને નુકસાન થયું છે. તેમાંથી કલ્યાણી પ્રિયદર્શનની 'લોકા' જે છેલ્લા બે અઠવાડિયાથી સારી કમાણી કરી રહી હતી પરંતુ 23 દિવસમાં બીજી વખત 2 કરોડની નીચે આવી ગઈ છે. તેજા સજ્જાની 'મીરાઈ' પણ આવી જ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. તે ફક્ત આઠ દિવસમાં પહેલી વાર 3 કરોડની નીચે આવી ગઈ છે. આ ફિલ્મ માટે ચેતવણીનો સંકેત છે અને તે વિદેશોમાં સારી કમાણી કરી રહી છે. જ્યારે ભારતમાં તેની કમાણી પર નકારત્મક અસર પડી છે.
દિલ મદ્રાસી ફિલ્મ પણ નબળી પડી રહી હોય તેવું લાગે છે. આનું કારણ JOLLY LLB 3 જેવી મોટા બજેટની ફિલ્મ રીલીઝ થવાનું છે. ભવિષ્યમાં જોલી બોક્સ ઓફિસ પર શું તબાહી મચાવશે તે જોવાનું બાકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.