‘હેરા ફેરી 3’માં બાબુરાવની વાપસી? જૉની લિવરે સમાધાન માટે કરી અપીલ!
'હેરા ફેરી 3'માં પરેશ રાવલની વાપસી? જૉની લીવરે સમાધાન માટે અપીલ કરી, ચાહકોની આશા જીવંત!

‘હેરા ફેરી 3’માં બાબુરાવની વાપસી

‘હેરા ફેરી 3’માં બાબુરાવની વાપસી
બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી ફિલ્મ 'હેરા ફેરી 3' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મની રાજુ (અક્ષય કુમાર), શ્યામ (સુનીલ શેટ્ટી) અને બાબુ ભૈયા (પરેશ રાવલ)ની ત્રિપુટી દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. જોકે, બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલે ફિલ્મ છોડી દેતા ચાહકો નિરાશ થયા હતા. આ દરમિયાન, કોમેડી એક્ટર જૉની લીવરે 'હેરા ફેરી 3'માંથી પરેશ રાવલના બહાર નીકળવા અંગે પ્રતિક્રિયા આપી છે અને તેમને એક ખાસ સલાહ પણ આપી છે.
જૉની લીવરે પરેશ રાવલને આપી સલાહએક ઇન્ટરવ્યૂમાં જૉની લીવરે પરેશ રાવલને 'હેરા ફેરી 3'માં કામ ન કરવાના તેમના નિર્ણય પર ફરી વિચાર કરવા વિનંતી કરી. તેમણે પરેશ રાવલને ફિલ્મમાં પાછા ફરવાની વાત કરતા કહ્યું, "મને લાગે છે કે પરેશ જી ફિલ્મમાં હોવા જોઈએ. આપણે બેસીને વાત કરવી જોઈએ. મામલો ગમે તે હોય, તેનો ઉકેલ લાવવો જોઈએ. ફેન્સ ફિલ્મમાં પરેશ જીને ખૂબ જ મિસ કરશે."
જૉની લીવરે ભારપૂર્વક કહ્યું કે, "પરેશ જી વગર ફિલ્મમાં મજા નહીં આવે. તેથી, વાતચીત કરીને મામલો ઉકેલવો જોઈએ, મારા મતે આ યોગ્ય વાત છે." જ્યારે જૉની લીવરને પૂછવામાં આવ્યું કે શું તેઓ 'હેરા ફેરી 3'નો ભાગ છે, ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો, "મને હેરા ફેરીની ધમકી પહેલા જ મળી ચૂકી છે કે, તમને આ માટે બુક કરવામાં આવ્યા છે."
પરેશ રાવલે ફિલ્મ કેમ છોડી?પરેશ રાવલના વકીલે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "અમારા ક્લાયન્ટ માટે સ્ટોરી, સ્ક્રીન પ્લે અને એગ્રીમેન્ટનો એક ડ્રાફ્ટ જરૂરી છે, જે નિર્માતા દ્વારા મોકલવામાં આવ્યો નથી, આથી પરેશ રાવલે ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો." આ નિવેદન દર્શાવે છે કે, આ વિવાદ કદાચ સર્જનાત્મક અથવા કરારીય મતભેદોને કારણે ઊભો થયો છે.
જૉની લીવરની આ અપીલ પછી શું પરેશ રાવલ 'હેરા ફેરી 3'માં પાછા ફરશે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે દર્શકો તેમની 'બાબુ ભૈયા'ની ભૂમિકાને ફરીથી પડદા પર જોવા માટે આતુર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.