ચહલ અને આરજે મહવાશ વચ્ચે પડી મોટી તિરાડ?
યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવાશે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરતા અનેક તર્ક-વિતર્ક શરૂ

ચહલ અને આરજે મહવાશ

ચહલ અને આરજે મહવાશ
ક્રિકેટ જગતના જાણીતા સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ગ્લેમર જગતની જાણીતી આરજે મહવાશ વચ્ચેના સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આ બંનેની મિત્રતા અને કથિત અફેરની વાતો વાયુવેગે ફેલાઈ રહી હતી, પરંતુ હવે બંનેના સોશિયલ મીડિયા સ્ટેટસે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો :
તાજેતરના અહેવાલો મુજબ, યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવાશે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જ્યારે બે સેલિબ્રિટીઝ અચાનક એકબીજાને સોશિયલ મીડિયા પરથી દૂર કરે છે, ત્યારે સામાન્ય રીતે તેમની મિત્રતા કે સંબંધોમાં ખટાશ આવી હોવાનું માનવામાં આવે છે. અફવાઓ અને ડેટિંગની ચર્ચાઓ વચ્ચે આ પગલું તેમની મિત્રતાના અંત તરફ ઈશારો કરી રહ્યું હોય તેવું લાગે છે. જોકે, આ અંગે બંનેમાંથી કોઈએ હજુ સુધી સત્તાવાર મહોર મારી નથી.
ભૂતકાળમાં ચહલે આપ્યો હતો મહવાશનો સાથ :
વર્ષ 2025માં એક ઈન્ટરવ્યુ દરમિયાન ચહલે મહવાશ સાથેના તેના જોડાણ વિશે મન મૂકીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે પણ બે વ્યક્તિઓ સાથે જોવા મળે છે ત્યારે લોકો ધારણાઓ બાંધવાનું શરૂ કરી દે છે. ચહલે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેના મુશ્કેલ સમયમાં સાથ આપનારી મહવાશને લોકો ટ્રોલ કરી રહ્યા હતા અને તેના પર ઘર તોડવાના ખોટા આક્ષેપો કરી રહ્યા હતા. ચહલના મતે, લોકોની વાતોથી પરેશાન થવાને બદલે તેમણે હંમેશા પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી.
ટ્રોલ્સ અને મહવાશનો વળતો પ્રહાર :
આરજે મહવાશને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે તે પોતાની કારકિર્દી ચમકાવવા માટે ચહલના નામનો ઉપયોગ કરી રહી છે. મહવાશે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે હંમેશા ચહલને એક ઉત્તમ ક્રિકેટર અને સારો વ્યક્તિ ગણાવ્યો છે.
હવે આ બંનેની મિત્રતામાં ખરેખર તિરાડ પડી છે કે આ માત્ર એક સંયોગ છે, તે તો આવનારો સમય જ કહેશે. હાલ તો ચાહકો આ જોડી વચ્ચે શું થયું તે જાણવા માટે ઉત્સુક છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?