કેનેડામાં ઇન્ફ્લુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યા
વિન્ડસર શહેરમાં અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી ચપ્પુના ઘા ઝીંક્યા; હોસ્પિટલમાં મોત

કેનેડામાં ઇન્ફ્લુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યા

કેનેડામાં ઇન્ફ્લુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યા
કેનેડાના વિન્ડસર શહેરમાં જલંધરની રહેવાસી અને જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નેન્સી ગ્રેવાલની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખતા ભારતીય સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે.
નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર પોતાના બેબાક અંદાજ અને રાજકીય-સામાજિક મુદ્દાઓ પર ટીકાત્મક મંતવ્યો માટે જાણીતી હતી. ખાસ કરીને તે ખાલિસ્તાની ગતિવિધિઓ અને ડેરા બ્યાસના મુખી બાબા ગુરિંદર ધિલ્લોન વિરુદ્ધ ખુલ્લેઆમ અવાજ ઉઠાવતી હતી.
ઘરમાં ઘૂસીને કર્યો હુમલો
કેનેડાની પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે વિન્ડસરના ટૉડ લેન વિસ્તારમાં રહેતી નેન્સી ગ્રેવાલના ઘરમાં એક અજાણ્યો શખ્સ ઘૂસી ગયો હતો અને તેના પર ચપ્પુ વડે અનેક ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ નેન્સીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
તપાસના ઘેરામાં ખાલિસ્તાની કનેક્શન?
નેન્સી ગ્રેવાલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન સમર્થકોની આકરી ટીકા કરી રહી હતી. તેને અવારનવાર ધમકીઓ પણ મળતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત, ડેરા બ્યાસ મુખી વિરુદ્ધની ટિપ્પણીઓને કારણે પણ તે વિવાદોમાં રહી હતી.
કેનેડા પોલીસ અત્યારે આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. પોલીસ અધિકારી માઈકલ પિયર્સે જણાવ્યું કે, આ એક ગંભીર ગુનાહિત મામલો છે અને હુમલાખોરોની શોધખોળ માટે CCTV ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે.
જે ઘરમાં આ ઘટના બની છે તેના મુખ્ય દરવાજા અને સીડીઓ પર લોહીના ડાઘા મળી આવ્યા છે. પોલીસે આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. ઘટના સ્થળથી એક કિલોમીટર દૂર આવેલા હર્બ ગ્રે પાર્કવે પસેના જંગલી વિસ્તારને પણ તપાસ હેઠળ લેવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે હુમલાખોરો આ માર્ગે નાસી છૂટ્યા હોઈ શકે છે.
નેન્સીની હત્યા બાદ કેનેડામાં વસતા પંજાબીઓ અને જલંધરમાં રહેતા તેના સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. ભારત સરકારે પણ કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને અવારનવાર ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં સુરક્ષાના પ્રશ્નો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.