સિંગર રિહાનાના ઘરની બહાર અંધાધૂંધ ફાયરિંગ
બેવર્લી હિલ્સ સ્થિત નિવાસસ્થાને 10 રાઉન્ડ ગોળીબાર; હુમલા સમયે રિહાના ઘરની અંદર હાજર હતી

રિહાના

રિહાના
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રખ્યાત પોપ સિંગર રિહાનાના ઘરને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું છે. લોસ એન્જલસના બેવર્લી હિલ્સ વિસ્તારમાં આવેલા રિહાનાના આલીશાન બંગલાની બહાર રવિવારે બપોરે એક અજાણી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. સદનસીબે, આ હુમલામાં રિહાના સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા પહોંચી નથી.
ઘટનાની વિગત: 10 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે અંદાજે 1:21 વાગ્યે રિહાનાના ઘરની બહાર રસ્તાની બીજી બાજુ ઊભેલી એક કારમાંથી અચાનક ગોળીઓ ચલાવવામાં આવી હતી. હુમલાખોરે અંદાજે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક ગોળી ઘરની દીવાલને વીંધીને અંદર સુધી ઘૂસી ગઈ હતી. લોસ એન્જલસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ઘટનાસ્થળેથી એક 30 વર્ષીય શંકાસ્પદ મહિલાની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.
હુમલા સમયે રિહાના ઘરે જ હતી :
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે જ્યારે બહાર ગોળીબાર થઈ રહ્યો હતો ત્યારે રિહાના પોતાના ઘરની અંદર જ હાજર હતી. જોકે, ગોળીબાર ગેટની બહારથી થયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું આ હુમલો ખાસ કરીને રિહાનાને ડરાવવા માટે કરવામાં આવ્યો હતો કે પછી આ કોઈ માનસિક અસ્થિર વ્યક્તિનું કૃત્ય છે. સુરક્ષાના કારણોસર અત્યારે સિંગરના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
વિશ્વભરમાં સેલિબ્રિટીઝ પર વધી રહેલા હુમલા :
ફિલ્મી સિતારાઓ પર હુમલા કે ધમકી મળવાનો આ સિલસિલો માત્ર હોલિવૂડ પૂરતો સીમિત નથી. તાજેતરમાં ભારતીય કલાકારોને પણ વિદેશમાં નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના 'કેપ્સ કેફે' પર પણ ત્રણ વખત ફાયરિંગની ઘટના બની હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. આ ઉપરાંત, ભારતમાં સલમાન ખાન અને તાજેતરમાં જાન્યુઆરી 2026માં ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘર પર પણ ખંડણીના ઈરાદે ગોળીબાર થયો હતો. આ ઘટનાઓને જોતા પોલીસ હવે આંતરરાષ્ટ્રીય ગેંગ્સના કનેક્શનની પણ તપાસ કરી રહી છે.
અંગત જીવનમાં વ્યસ્ત છે રિહાના :
રિહાના હાલમાં જ સપ્ટેમ્બર 2025માં ત્રીજી વખત માતા બની છે. તે પોતાના પરિવાર અને બાળકો સાથે સમય વિતાવી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાએ તેની ચિંતામાં વધારો કર્યો છે. રિહાનાએ અગાઉ પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ આટલી ગંભીર ઘટના પ્રથમ વખત બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.