વાંધાજનક ટિપ્પણી કરતાં હની સિંહ ફરી વિવાદમાં
દિલ્હી કોન્સર્ટમાં હની સિંહે મર્યાદા ઓળંગી, બિભત્સ નિવેદન બદલ સોશિયલ મીડિયા ટ્રોલ

હની સિંહ

હની સિંહ
લોકપ્રિય રેપર અને સિંગર યો યો હની સિંહ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયો છે. ૧૪ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાયેલા એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન હની સિંહે જાહેરમાં અશોભનીય ટિપ્પણી કરી હતી, જેના કારણે તેની ભારે ટીકા થઈ રહી છે. દિલ્હીની કડકડતી ઠંડીના સંદર્ભમાં તેણે કરેલી અભદ્ર વાતોનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
લોકપ્રિયતા માટે મર્યાદા વટાવી હોવાના આક્ષેપ :
આ ઘટના બાદ ઇન્ટરનેટ યુઝર્સ હની સિંહ પર ફિટકાર વરસાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે માત્ર ચર્ચામાં રહેવા અને પોતાની જાતને મોર્ડન સાબિત કરવા માટે ગાયકે સભ્યતાની સીમાઓ ઓળંગી છે. ઘણા યુઝર્સ તેને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સ્ટેજ પર નિવેદન આપતી વખતે તે નશાની હાલતમાં હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો મારો :
હની સિંહના આ વર્તનથી તેના ફેન્સ પણ નિરાશ થયા છે. લોકોનું કહેવું છે કે એક કલાકાર તરીકે હજારો લોકોની સામે બોલતી વખતે ગરિમા જાળવવી અનિવાર્ય છે. તેની કારકિર્દીને લઈને પણ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટિપ્પણી કરી છે કે આ પ્રકારની વર્તણૂકથી કલાકાર પ્રત્યેનું માન ઘટી જાય છે.
માફી માંગવાની ઉગ્ર માંગ :
હની સિંહ અગાઉ પણ પોતાના ગીતોના લિરિક્સ અને ખરાબ વર્તનને કારણે વિવાદોમાં રહી ચૂક્યો છે. આ વખતે વિવાદ વકરતા તેને સોશિયલ મીડિયા પર બોયકોટ કરવાની અને માફી માંગવાની માંગ તેજ બની છે. જોકે, આ સમગ્ર પ્રકરણ પર હજુ સુધી હની સિંહ કે તેની ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.