‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ ફરી રિલીઝ
હિતેન કુમારની ‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ ફરી રિલીઝ
રતન અને રામલાની સુપરહિટ જોડી ફરી મચાવશે ધૂમ
રતન અને રામલાની સુપરહિટ જોડી ફરી મચાવશે ધૂમ
સુપરહિટ ગુજરાતી ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું' ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે, જાણો કઈ તારીખે
અમદાવાદ: ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું'ના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી અભિનીત આ ક્લાસિક ફિલ્મ તેના રિલીઝના 25 વર્ષ પછી ફરી એકવાર સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મના ચાહકોને ફરી એકવાર રામ અને રતનની સુપરહિટ જોડીને મોટા પડદા પર જોવાની તક મળશે.
હિતેન કુમારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મૈયરમાં મનડું નથી લાગતું"ને રજૂ થયાને 25 વર્ષ વીતી ગયા હોવા છતાં, તે આજે પણ આપણા સૌના હૃદયમાં એટલી જ તાજી છે. આ સાથે તેમણે આનંદી ત્રિપાઠી સાથેની તસવીરો અને ફિલ્મના પોસ્ટર પણ શેર કર્યા હતા. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વર્ષ 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મે તે સમયે જબરદસ્ત સફળતા મેળવી હતી. રામ અને રતનની જોડીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આ પહેલી ફિલ્મ હતી જેની સિક્વલ બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે, ફિલ્મમાં રતનનું પાત્ર ભજવનારી અભિનેત્રી આનંદી ત્રિપાઠી મૂળ ગુજરાતી નથી, તેમ છતાં તેમણે આ પાત્રને અદભુત રીતે ભજવીને લોકોના મનમાં સ્થાન બનાવ્યું હતું.
આ ફિલ્મનું ફરી રિલીઝ થવું ગુજરાતી સિનેમાના સુવર્ણકાળને યાદ કરાવશે અને નવી પેઢીને પણ આ સુપરહિટ ફિલ્મ જોવાનો અવસર આપશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રજનીકાંતની ‘જેલર 2’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં ₹125.25 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાનો અહેવાલ છે. જાણો ભારતમાં કેટલી કમાણી થઈ, વિદેશી બજારમાં કેવો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટની સંપૂર્ણ વિગતો.

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.