‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મમાં શું છે ખાસ?
26 દિવસમાં 8.50 કરોડ નેટ કમાણી, 'ચણિયા ટોળી'ને પાછળ છોડી

લાલો: કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે

લાલો: કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે
ગુજરાતી સિનેમા માટે 2025 વર્ષ ખરેખર ધમાકેદાર રહ્યું છે. 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ 'લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે'એ બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો છે. ધીમી શરૂઆત કરનારી આ ફિલ્મે દિવાળી પછી રોકેટ ગતિએ આગળ વધીને 26 દિવસમાં 8.50 કરોડ+ અને વર્લ્ડવાઇડ ગ્રોસ 10 કરોડ+ કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ આશરે સવાથી દોઢ કરોડ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, એટલે કે તે અત્યારથી જ સુપરહિટ સાબિત થઈ ચૂકી છે., અને 'ચણિયા ટોળી' (18 કરોડ)નો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. દર્શકો થિયેટરમાંથી બહાર આવીને 'જય દ્વારકાધીશ' બોલી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર રિલ્સ પણ વાયરલ થઈ રહી છે.
ધીમી શરૂઆતથી ધમાકેદાર કમબેક: પહેલા દિવસે 2 લાખ, હવે દરરોજ 2 કરોડ+ફિલ્મે પહેલા દિવસે માત્ર 2 લાખ કમાયા હતા, અને પહેલા 18 દિવસ સુધી કલેક્શન 5 લાખથી નીચે રહ્યું. પરંતુ દિવાળી પછી દર્શકોના મોઢેથી મોઢા પ્રચારથી ફિલ્મે ધમાકો કર્યો. 19મા દિવસે પહેલીવાર 10 લાખ પાર, અને મંગળવારે 2 કરોડનો આંકડો પાર કર્યો. બુકમાયશો પર છેલ્લા 24 કલાકમાં 39 હજાર ટિકિટ વેચાઈ, જે આયુષ્માનની 'થામા' (36 હજાર) કરતાં વધુ છે. પરેશ રાવલની 'ધ તાજ સ્ટોરી'ને પણ પાછળ છોડી.
ફિલ્મની સ્ટોરી: રિક્ષા ચાલકનું જીવન બદલે કૃષ્ણ ભગવાન, જૂનાગઢની ભૂમિ-સંસ્કૃતિનું ચિત્રણફિલ્મની સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. એક રિક્ષા ચાલક યુવક દારૂ-ખરાબ સંગતમાં ફસાય છે, ત્યારે કૃષ્ણ ભગવાન તેને સુધારવા આવે છે. શૂટિંગ જૂનાગઢના ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાના ચોરામાં થયું છે. દર્શકો કહે છે: "આવી ફિલ્મ ક્યારેય જોઈ નથી, જૂનાગઢની ભૂમિ-સંસ્કૃતિ જીવંત થઈ." થિયેટરમાંથી બહાર આવીને 'જય દ્વારકાધીશ' બોલે છે.
બોક્સ ઓફિસ રિપોર્ટ: બજેટ કરતાં 4 ગણો નફો, 'ચણિયા ટોળી'નો રેકોર્ડ તોડવાની તૈયારીફિલ્મનું બજેટ 1.5 કરોડ હતું, જે 26 દિવસમાં 4 ગણો નફો કમાઈ ચૂકી છે. વર્લ્ડવાઇડ ગ્રોસ 10 કરોડ+ પાર. 'ચણિયા ટોળી' (18 કરોડ)નો રેકોર્ડ તોડવાની નજીક છે.
દર્શકોના રિવ્યૂ: 'આવી ફિલ્મ ક્યારેય જોઈ નથી', રિલ્સ વાયરલસોશિયલ મીડિયા પર રિલ્સ વાયરલ: દર્શકો કહે છે, "જૂનાગઢની સંસ્કૃતિ જીવંત થઈ, થિયેટરમાંથી બહાર આવીને 'જય દ્વારકાધીશ' બોલાવ્યું." ફિલ્મને લઈને ગુજરાતીઓમાં ક્રેઝ વધ્યો,"ગુજરાતી ફિલ્મો માટે આ અભૂતપૂર્વ છેમોઢેથી મોઢા પ્રચારથી ધમાકો કહેવાય રહ્યુ છે."
આ ફિલ્મ ગુજરાતી સિનેમાના નવા યુગનું પ્રતીક બની છે, અને દર્શકોને થિયેટર્સમાં ખેંચી રહી છે.
જો તમે મૂવી ના જોઈ હોય તો એક વાર આ ટ્રેલર જોઈ લો, મૂવી જોવા જવાનું મન થઈ જ જશે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.