હીરામંડીના ચાહકો માટે સારા સમાચાર, સંજય લીલા ભણસાલીએ કરી સીઝન 2 ની જાહેરાત
સંજય લીલા ભણસાલીએ ફેન્સને ખુશખબર આપી છે. જો તમે નેટફ્લિક્સ પર તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'હીરામંડી'થી મંત્રમુગ્ધ થયા છો, તો હવે આનંદ કરવાનો સમય છ ...


'હીરામંડી' 1 મેના રોજ પ્રસારિત કરવામાં આવી હતી, પરંતુ એક મહિના પછી પણ આ શો વિશે ભારે ચર્ચા છે. હીરામંડી સીઝન 2 ની જાહેરાત માટે મુંબઈનાં કાર્ટર રોડ પર 100 ડાન્સર્સનું એક ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ ડાન્સર્સ અનારકલી સૂટ અને ઘૂંઘરું પહેરીને હીરામંડીના ગીતો પર પરફોર્મ કરી રહ્યાં છે.
સંજય લીલા ભણસાલીએ ફેન્સને ખુશખબર આપી છે. જો તમે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'હીરામંડી' જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હોવ, તો હવે ખુશ થવાનો સમય છે. નિર્માતાઓએ 'હીરામંડી' સીઝન 2ની જાહેરાત કરી છે.
હવે બનશે હીરામંડી 2
હીરામંડી સીઝન 2ની જાહેરાત માટે મુંબઈના કાર્ટર રોડ પર 100 ડાન્સર્સનું ફ્લેશ મોબ આયોજિત કરવામાં આવ્યું હતું. જ્યાં આ ડાન્સર્સ અનારકલી સૂટ અને ઘૂંઘરું પહેરીને હીરામંડીના ગીતો પર પરફોર્મ કરી રહ્યાં છે. આ અદ્ભુત નજારો જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે, અદ્ભુત ડાન્સ જોઈને લોકો ધૂમ મચાવે છે. 'હીરામંડી'ની પ્રખ્યાત ગજગામિની પદયાત્રા પણ ફરીથી બનાવવામાં આવી હતી. આ શાનદાર એક્ટિંગને ક્રુતિ મહેશે કોરિયોગ્રાફ કર્યું છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- મહેફિલ ફરી ભેગી થશે, હીરામંડી સિઝન 2 આવશે.
શું હશે સીઝન 2ની સ્ટોરી?
જાહેરાતનાં વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આઝાદીની લડાઈ 15 ઓગસ્ટ 1947ના રોજ સમાપ્ત થઈ હતી. આ ગણિકાઓ માટે પણ એક નવું યુદ્ધ શરૂ થયું. માથું ઊંચું રાખીને નવી દુનિયામાં ટકી રહેવાની લડાઈ... આ બધું સિઝન 2માં બતાવવામાં આવશે. સંજય લીલા ભણસાલીએ વેરાયટીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સિરીઝ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. 2022માં 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થઈ ત્યારથી તે કોઈ વિરામ વિના કામ કરી રહ્યા છે. સીરિઝ બનાવવાની જવાબદારી ઘણી મોટી છે. સીઝન 2 કન્ફર્મ કરતી વખતે તેણે કહ્યું- હીરામંડી 2માં લાહોરની મહિલાઓએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો છે. ભાગલા પછી, મોટાભાગના ગણિકાઓ લાહોર છોડીને મુંબઈ અને કોલકાતા ફિલ્મ ઉદ્યોગમાં સ્થાયી થયા. તેમની સફર હજુ પણ એવી જ છે. તે નૃત્ય કરે છે અને ગાય છે. પરંતુ આ વખતે નવાબો માટે નહીં પણ નિર્માતાઓ માટે છે. અગાઉ ભણસાલીએ કહ્યું હતું કે 'હીરામંડી' જેવી સિરીઝ માત્ર એક જ વાર બને છે. કોઈ તેને ફરીથી બનાવી શકે નહીં, હું પણ નહીં. પરંતુ એવું લાગે છે કે લોકોનો પ્રતિસાદ જોઈને ભણસાલીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. 'હીરામંડી' 1 મેના રોજ પ્રસારિત કરવામાં આવી હતી, પરંતુ એક મહિના પછી પણ આ શો વિશે ભારે ચર્ચા છે.
ખરાબ એક્ટિંગ માટે ટ્રોલ થઈ શર્મિન
હીરામંડીમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, શર્મિન સેહગલ, સંજીદા શેખ, ઋચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, શેખર સુમન, અધ્યયન સુમન, તાહા શાહ, ઈન્દ્રેશ મલિક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતાં. તમામ પાત્રોનાં કામની પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ શર્મિનને તેની નો-એક્સપ્રેસ એક્ટિંગ માટે ભારે ટ્રોલ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, શર્મિન સીઝન 2 માં જોવા મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.