થઈ જાવ તૈયાર 2026માં ધૂમ મચાવશે આ વેબ સિરીઝ
વર્ષ 2026માં Netflix, Prime Video અને Sony Liv પર રિલીઝ થશે શાનદાર વેબ સીરિઝ અને ફિલ્મો

વર્ષ 2026ની વેબ સીરિઝ

વર્ષ 2026ની વેબ સીરિઝ
વર્ષ 2026 OTT પ્રેમીઓ માટે અત્યંત રોમાંચક રહેવાનું છે. વર્ષની શરૂઆત Zee5 પર રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી 'હનીમૂન સે હત્યા' થી થઈ છે, જેમાં 2025ની સત્ય ઘટનાઓનું વિશ્લેષણ છે. આ ઉપરાંત 'મામલા લીગલ હૈ' અને 'પંચાયત 5' જેવી લોકપ્રિય સીરિઝ પણ આ વર્ષે એન્ટરટેનમેન્ટનો ડબલ ડોઝ આપશે.
અક્કા: સત્તા અને બગાવતની જંગ
યશરાજ ફિલ્મ્સની આ સીરિઝ Netflix પર રિલીઝ થશે. 1980ના દાયકાના દક્ષિણ ભારતના કાલ્પનિક શહેર પનુરૂની પૃષ્ઠભૂમિ પર આધારિત આ વાર્તા એક શક્તિશાળી મહિલા ગેંગસ્ટરની છે. આ સીરિઝમાં કીર્તિ સુરેશ, રાધિકા આપ્ટે અને તન્વી આઝમી મુખ્ય ભૂમિકામાં છે, જે સત્તા અને પડકારો વચ્ચેની લડાઈ દર્શાવે છે.
દલદલ: સાયકોલોજીકલ ક્રાઇમ થ્રિલર
વિશ ધમીજાની નવલકથા પર આધારિત 'દલદલ' માં ભૂમિ પેડનેકર મુંબઈના ભીંડી બઝારની DCP રીટા ફરેરાના રોલમાં જોવા મળશે. સિરિયલ કિલરની શોધ કરતી આ સીરિઝ પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ થશે. અમૃત રાજ ગુપ્તાના નિર્દેશનમાં બનેલી આ સીરિઝમાં આદિત્ય રાવલ અને સમારા તિજોરી પણ મહત્વના રોલમાં છે.
ફર્જી 2: નકલી નોટોનો ખેલ વધશે આગળ
શાહિદ કપૂર અને વિજય સેતૂપતિ સ્ટારર 'ફર્જી' ની બીજી સિઝન પ્રાઇમ વિડિયો પર ધૂમ મચાવશે. સની અને મન્સૂર વચ્ચેનો ટકરાવ અને મેઘા દ્વારા નકલી નોટોના રેકેટનો પર્દાફાશ આ સિઝનનો મુખ્ય ભાગ રહેશે. વર્ષ 2023માં થયેલી જાહેરાત મુજબ, આ સિક્વલ 2026માં પ્રેક્ષકો સામે આવશે.
ગુલ્લક 5: મધ્યમ વર્ગની ઈમોશનલ સફર
TVF દ્વારા નિર્મિત મિશ્રા પરિવારની આ લોકપ્રિય સીરિઝ સોની લિવ પર પરત ફરી રહી છે. એક મધ્યમ વર્ગીય પરિવારના રોજિંદા સંઘર્ષ, પ્રેમ અને સંબંધોની આ વાર્તા ફરી એકવાર દર્શકોના દિલ જીતી લેશે.
મિર્ઝાપુર 4: સત્તાની પુનઃપ્રાપ્તિ
મિર્ઝાપુરની ચોથી સિઝનમાં કાલીન ભૈયા ફરી પોતાની સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે. ગુડ્ડુ પંડિત અને ગોલુની જોડી તેમજ માધુરી યાદવનું પાત્ર વાર્તામાં નવા વળાંકો લાવશે. આ એક્શન પેક્ડ સીરિઝ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.
મિસમેચ્ડ 4: પ્રેમ અને દોસ્તીનો અંતિમ પડાવ
પ્રાજકતા કોલી અને રોહિત સરાફની આ લોકપ્રિય સીરિઝ હવે તેના અંતિમ તબક્કામાં છે. Netflix ની આ પ્રથમ ભારતીય ઓરિજિનલ સીરિઝ છે જેના ચાર ભાગ બન્યા છે. આ સિઝનમાં પ્રેમ અને મિત્રતાના સંબંધોમાં વધુ ઈમોશન્સ જોવા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.