થઈજાઓ તૈયાર સપ્ટેમ્બરમાં આવી રહી છે શાનદાર ફિલ્મો.
સપ્ટેમ્બરમાં મનોરંજનનો ધમાકો: એક્શન, કોમેડી અને હોરરનો ડબલ ડોઝ
સપ્ટેમ્બર રહેશે રોમાન્ચથી ભરપુર
સપ્ટેમ્બર રહેશે રોમાન્ચથી ભરપુર
ગણેશ ઉત્સવનો ધમાકેદાર માહોલ પૂર્ણ થયા બાદ હવે સપ્ટેમ્બર મહિનો મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. આ મહિને સિનેમાઘરોમાં એક પછી એક શાનદાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જે દર્શકોને એક્શન, રોમાન્સ, કોમેડી અને થ્રિલરનો ભરપૂર અનુભવ કરાવશે. માત્ર હિન્દી જ નહીં, પરંતુ સાઉથ અને હોલીવુડની ફિલ્મો પણ મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. તો ચાલો, જાણીએ આ મહિને કઈ ફિલ્મો તમારા મનોરંજન માટે સજ્જ છે.
એક્શન અને રોમાંચનો તડકો
બાગી 4: જો તમે ટાઈગર શ્રોફની એક્શનના ફેન છો તો તમારા માટે આ ફિલ્મ ગુડ ન્યૂઝ છે. 'બાગી 4'નું ટ્રેલર શાનદાર એક્શનથી ભરપૂર છે, જેમાં ટાઈગર અને સંજય દત્ત વચ્ચેની દમદાર ફાઈટ જોવા મળે છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દિલ મદ્રાસી: તમિલ ફિલ્મ 'દિલ મદ્રાસી'નું ટ્રેલર દર્શકોમાં ખૂબ ઉત્સાહ જગાવી રહ્યું છે. શ્રી લક્ષ્મી મુવીઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં શિવાકાર્તિકેય, રુકમણી વાસંથ અને વિદ્યુત જામવાલ જેવા સ્ટાર્સ છે. આ રોમાન્સ અને એક્શનથી ભરપૂર ફિલ્મ 5 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

કેડી ધ ડેવિલ: સાઉથના સુપરસ્ટાર ધ્રુવ સરજાની આ મોસ્ટ અવેટેડ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'કેડી ધ ડેવિલ'માં સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને નોરા ફતેહી જેવા સ્ટાર્સની દમદાર એન્ટ્રી જોવા મળશે. આ ફિલ્મ 4 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

હોરર અને કોમેડીનો ડબલ ડોઝ
ધ કૉન્જ્યુરિંગ લાસ્ટ રાઈટ: જો તમને હોરર ફિલ્મો પસંદ હોય તો આ મહિનો તમારા માટે ખાસ છે. હોલીવુડની પોપ્યુલર હોરર સિરીઝ 'ધ કૉન્જ્યુરિંગ'નો છેલ્લો પાર્ટ, 'ધ કૉન્જ્યુરિંગ લાસ્ટ રાઈટ' 5 સપ્ટેમ્બરે રિલીઝ થશે. જોકે, આ ફિલ્મ એક પ્યોર હોરર ફિલ્મ નહિ, પણ પ્રેમ કહાની પર આધારિત છે.
એક ચતુર નાર: બોલિવૂડમાં કમબેક કરી રહેલા અભિનેતા નીલ નીતિન મુકેશ, દિવ્યા ખોસલા સાથે કોમેડી ફિલ્મ 'એક ચતુર નાર'માં જોવા મળશે. આ મજેદાર ફિલ્મ 12 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
કોર્ટ રૂમ ડ્રામા અને ડેબ્યૂ
જોલી એલએલબી 3: અક્ષય કુમારની 'જોલી એલએલબી' સિરીઝ તેના મજેદાર કોર્ટ રૂમ ડ્રામા માટે ખૂબ જાણીતી છે. આ સિરીઝનો ત્રીજો ભાગ 'જોલી એલએલબી 3' 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે, જેના માટે ચાહકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નિશાંચી: 19 સપ્ટેમ્બરે 'જોલી એલએલબી 3'ની સાથે વધુ એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેનું નામ 'નિશાંચી' છે. આ ફિલ્મ બાલાસાહેબ ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય ઠાકરેના બોલિવૂડ ડેબ્યૂ માટે ખાસ છે.

સપ્ટેમ્બર મહિનામાં મનોરંજનના આટલા બધા વિકલ્પો સાથે, આશા છે કે તમે તમારી પસંદગીની ફિલ્મો જોઈને ભરપૂર આનંદ માણશો.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ