દિલજીત દોસાંઝ અને મેયરને મળી બોમ્બની ધમકી
કોર્પોરેશન ઓફિસ તાત્કાલિક ખાલી કરાવાઈ, સત્તાવાર એકાઉન્ટ પર ધમકીભર્યો ઇમેઇલ મળ્યો

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Diljit Dosanjh Ludhiana Mayor Gets Bomb Threat: પંજાબી સિંગર અને ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝ તેમજ લુધિયાણાના મેયર ઈન્દરજીત કૌરને તેમના ઘરો પર બોમ્બથી હુમલો કરવાની સનસનાટીભરી ધમકી મળી છે. આ ધમકીભર્યા મેસેજ બાદ સમગ્ર પંજાબમાં હડકંપ મચી ગયો છે. સાવચેતીના પગલા તરીકે લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી અને સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
ઓફિશિયલ ઇમેઇલ પર આવ્યો ધમકીભર્યો મેસેજ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના સત્તાવાર ઇમેઇલ એકાઉન્ટ પર એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. આ ઈમેલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે લુધિયાણાના મેયર અને ગાયક દિલજીત દોસાંઝના નિવાસસ્થાનો પર શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. ધમકી આપનાર અજાણ્યા શખ્સે આ વિસ્ફોટો માટે એક ચોક્કસ તારીખ અને સમયનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, ઈમેઇલમાં કેટલાક ચોક્કસ લોકો અને એક શંકાસ્પદ સંગઠનના નામ પણ ટાંકવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
વહીવટીતંત્ર એક્શનમાં
આ ભયાનક બોમ્બ ધમકી મળતાં જ સ્થાનીય વહીવટીતંત્ર અને પોલીસ એક્શન મોડમાં આવી ગયા હતા. સુરક્ષાના હેતુથી મેયરની કેમ્પ ઓફિસ સહિત શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે.
પોલીસ અને સાયબર ટીમ દ્વારા તપાસ શરૂ
હાલ લુધિયાણા પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. સાયબર ક્રાઈમના નિષ્ણાતો ઇમેઇલ મોકલનાર શખ્સના IP એડ્રેસને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીના સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ સ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી નથી. આમ છતાં, વહીવટીતંત્ર આ ઘટનાને હળવાશથી ન લેતા અત્યંત સતર્કતા દાખવી રહ્યું છે અને સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.