ધુરંધર 800 કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની
રણવીર સિંહની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, પુષ્પા 2 ના હિન્દી કલેક્શનનો રેકોર્ડ તોડ્યું

ધુરંધર ફિલ્મ

ધુરંધર ફિલ્મ
રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' એ બોક્સ ઓફિસ પર રચ્યો નવો ઇતિહાસ
બોલિવૂડમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરતા રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ ધુરંધર એ નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ ભારતીય સિનેમાની એવી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે જેણે માત્ર હિન્દી માર્કેટમાં 800 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન મેળવ્યું હોય. આ સાથે જ ધુરંધરે અલ્લુ અર્જુનની લોકપ્રિય ફિલ્મ 'પુષ્પા 2' ના અત્યાર સુધીના સૌથી મોટા રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
સતત 28 દિવસ સુધી ડબલ ડિજિટમાં કમાણી :
5 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતથી જ પોતાની પકડ જમાવી રાખી હતી. નવાઈની વાત એ છે કે ધુરંધરે રિલીઝના સતત 28 દિવસ સુધી દરરોજ 10 કરોડથી વધુનું (ડબલ ડિજિટ) કલેક્શન કરીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
વર્ષ 2026 ના પ્રથમ શુક્રવારે આ ગતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને કલેક્શન પહેલીવાર 10 કરોડની નીચે ગયું હતું. જોકે, શનિવાર આવતાની સાથે જ ફરી એકવાર થિયેટરો હાઉસફુલ જોવા મળ્યા હતા અને દર્શકોની ભીડ ઉમટી પડી હતી.
30 દિવસમાં 806 કરોડનો આંકડો પાર :
માહિતી મુજબ, રિલીઝના 30મા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે અંદાજે 12 થી 13 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મે કુલ 806 કરોડ રૂપિયાની ઐતિહાસિક કમાણીનો આંકડો વટાવી દીધો છે. અગાઉ પુષ્પા 2 એ હિન્દીમાં 800 કરોડની આસપાસ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રણવીર સિંહની ધુરંધરની રફ્તાર તેની સરખામણીએ ઘણી ઝડપી સાબિત થઈ છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?