ધુરંધર 2 ટ્રેલર: રણવીર સિંહનો આક્રમક અંદાજ
એક્શન અને રોમાંચથી ભરપૂર ટ્રેલર રિલીઝ, જાણો રણવીર સિંહ અને સંજય દત્તનો કેવો છે નવો લુક.

ધુરંધર 2 ટ્રેલર રણવીર સિંહ

ધુરંધર 2 ટ્રેલર રણવીર સિંહ
બોલીવૂડ અભિનેતા રણવીર સિંહની બહુ રાહ જોવાતી ફિલ્મ ધુરંધર 2 હવે થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝ પહેલા જ તેના મેકર્સે ધમાકેદાર ટ્રેલર રજૂ કર્યું છે. ટ્રેલર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ચાહકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ વધુ વધી ગયો છે.
ફિલ્મ એક્શન અને સસ્પેન્સથી ભરપૂર હોવાનું ટ્રેલરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને રણવીર સિંહનો એક્શન અવતાર દર્શકોને ખુબ જ આકર્ષી રહ્યો છે.
ટ્રેલરમાં શું ખાસ છે :
લગભગ 3 મિનિટ 25 સેકન્ડના ટ્રેલરમાં એક્શન અને ડ્રામાનો જબરદસ્ત મિશ્રણ જોવા મળે છે. ટ્રેલરની શરૂઆતથી જ કથામાં રહસ્ય અને સસ્પેન્સનો માહોલ સર્જાય છે.
કથાના કેન્દ્રમાં રહમાન નામના ડકૈતના મોત પછી લિયારી વિસ્તાર પર કોણ રાજ કરશે તે પ્રશ્ન ઉભો થાય છે. ટ્રેલરના દ્રશ્યો પરથી એવું સંકેત મળે છે કે હવે આ વિસ્તારનો નવો બાદશાહ રણવીર સિંહ બની ગયો છે.
કેટલાક દ્રશ્યોમાં પાકિસ્તાનના લોકો તેમની જીતનો જશ્ન મનાવતા દેખાય છે. બીજી તરફ જ્યારે લિયારીના લોકો રણવીર સિંહની સાચી ઓળખ જાણે છે ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી જાય છે. આ સમગ્ર ઘટનાક્રમ ફિલ્મની કહાનીને વધુ રસપ્રદ બનાવે છે.
રણવીર સિંહનો નવો લુક ચર્ચામાં :
ફિલ્મમાં રણવીર સિંહ સંપૂર્ણપણે અલગ લુકમાં જોવા મળશે. તેમની સ્ટાઇલ, એક્શન સીન અને આક્રમક અભિનય ટ્રેલરમાં ખાસ ધ્યાન ખેંચે છે.
ફિલ્મમાં Sanjay Dutt પણ દમદાર પાત્રમાં જોવા મળશે. તેમની હાજરી ફિલ્મને વધુ તાકાત આપે છે. આ સાથે Arjun Rampal નો અંદાજ પણ પહેલા કરતાં વધુ ખતરનાક દેખાય છે. ટ્રેલરમાં તેમની ભૂમિકા રહસ્યમય અને અસરકારક લાગે છે.
ફિલ્મના એક સીનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવની ઝલક પણ જોવા મળે છે, જે સમગ્ર કથાને વધુ તીવ્ર બનાવે છે.
19 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થશે ફિલ્મ :
ફિલ્મ ધુરંધર 2 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પહેલા આ જ દિવસે Toxic ફિલ્મ પણ રિલીઝ થવાની હતી. જોકે મધ્યપૂર્વ વિસ્તારમાં વધતા તણાવને કારણે તેની રિલીઝ તારીખ આગળ ધકેલાઈ ગઈ છે.
હવે ટૉક્સિક ફિલ્મ 4 જૂને રિલીઝ થશે. જેના કારણે ધુરંધર 2ને બોક્સ ઓફિસ પર સીધી સ્પર્ધા નહીં મળે તેવી શક્યતા છે.
બોક્સ ઓફિસ પર મોટી કમાણીની આશા :
ફિલ્મના ટ્રેલરને મળતી પ્રતિસાદને જોતા એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકે છે. ફિલ્મમાં એક્શન, સસ્પેન્સ અને શક્તિશાળી પાત્રોનું સંયોજન છે, જે દર્શકોને થિયેટર સુધી ખેંચી શકે છે.
રણવીર સિંહ સાથે અનેક જાણીતા કલાકારો હોવાથી ફિલ્મની અપેક્ષા પણ વધારે છે. હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે તે બોક્સ ઓફિસ પર કેટલો ધમાલ મચાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.