ધુરંધર 2: હાઈ સિક્યુરિટીમાં ડ્રોન શૂટિંગથી વિવાદ
સાઉથ મુંબઈમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડતા લોકેશન મેનેજર વિરુદ્ધ FIR, શૂટિંગ અધવચ્ચે અટકાવાયું

ધુરંધર 2 શૂટિંગ

ધુરંધર 2 શૂટિંગ
બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તની આગામી ફિલ્મ 'ધુરંધર 2' અત્યારે વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. સાઉથ મુંબઈના અત્યંત સંવેદનશીલ અને હાઈ સિક્યુરિટી ધરાવતા ફોર્ટ વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન દ્વારા શૂટિંગ કરવા બદલ ફિલ્મના લોકેશન મેનેજર વિરુદ્ધ મુંબઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ભારે પડ્યો :
મળતી માહિતી મુજબ, ફિલ્મના લોકેશન મેનેજર રિંકુ રાજપાલ વાલ્મિકી વિરુદ્ધ 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈના MRA માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 233 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફોર્ટ વિસ્તારમાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં, પ્રોડક્શન ટીમ દ્વારા કોઈપણ મંજૂરી વિના શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે ઓથોરિટીના ધ્યાને આ બાબત આવી ત્યારે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવામાં આવી અને શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
મુંબઈમાં પાકિસ્તાનનો સેટ અને લીક થયેલી તસવીરો :
ફિલ્મની ટીમ દ્વારા મુંબઈના કિલ્લા વિસ્તારને જૂની પાકિસ્તાની ગલી જેવો લુક આપવામાં આવ્યો હતો. આ સેટ પર સંજય દત્ત અને અર્જુન રામપાલના શૂટિંગની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 1 ફેબ્રુઆરીએ જ્યારે આખી સ્ટારકાસ્ટ હાજર હતી ત્યારે જ આ વિવાદ વકર્યો હતો. પોલીસે લોકેશન મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને હાલ તપાસ ચાલુ છે.
ટીઝરથી ચાહકો નારાજ અને યશની 'ટોક્સિક' સાથે ટક્કર :
એક તરફ કાયદાકીય મુશ્કેલીઓ છે, તો બીજી તરફ ફિલ્મના ટીઝરને લઈને ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણા યુઝર્સનો દાવો છે કે મેકર્સે ટીઝરમાં જૂના ભાગના જ દ્રશ્યો બતાવ્યા છે. 'ધુરંધર 2' આગામી 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યાં તેની સીધી ટક્કર સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' સાથે થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.