સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન સત્તાવાર રીતે રદ્દ
સ્મૃતિ અને પલાશે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા તેમના લગ્ન રદ્દ થયાની સત્તાવાર જાહેરાત કરી

સ્મૃતિ મંધાના અને પલાશ

સ્મૃતિ મંધાના અને પલાશ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને જાણીતા સિંગર પલાશ મુચ્છાલના સંબંધોનો અંત આવ્યો છે. બન્નેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સત્તાવાર રીતે તેમના લગ્ન રદ્દ થયાની જાહેરાત કરી છે. અગાઉ, 23 નવેમ્બરે યોજાનાર લગ્નના સંગીત અને હલ્દી જેવા તમામ કાર્યક્રમો થઈ ગયા હતા, પરંતુ બરાતની તૈયારીઓ વચ્ચે સ્મૃતિના પિતાને હાર્ટ એટેક આવતાં લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. જોકે, લગ્ન ટળ્યા બાદ પલાશના કથિત દગા અને વેડિંગ કોરિયોગ્રાફર સાથેના સંબંધો વિશે સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ હતી, જે બાદ સ્મૃતિ મંધાના એ પોતાના એકાઉન્ટ પરથી લગ્ન સંબંધિત તમામ તસવીરો હટાવી દીધી હતી.
બન્ને પરિવારોની અંગત જિંદગીનું સન્માન કરો
સ્મૃતિ મંધાના એ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા અંગત જીવનને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, તેથી મારે હવે જાતે જ આ વિશે વાત કરવી જરૂરી લાગ્યું. હું ખાનગી સ્વભાવની વ્યક્તિ છું, પરંતુ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે લગ્ન હવે રદ્દ થઈ ગયા છે." સ્મૃતિ એ વધુમાં વિનંતી કરી કે, "હું ઈચ્છું છું કે આ મામલો અહીં જ પૂરો કરી દેવામાં આવે અને આપ સૌને પણ આ વિષયને આગળ ન વધારવા વિનંતી કરું છું. કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં બન્ને પરિવારોની અંગત જિંદગીનું સન્માન કરો અને અમને અમારી લાગણીઓ સંભાળવા અને આગળ વધવા માટે થોડો સમય આપો."

આધાર વિનાની અફવાઓ
બીજી તરફ, પલાશ મુચ્છાલ એ પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, તેમણે જીવનમાં આગળ વધવાનો અને પોતાના અંગત સંબંધથી પાછા હટવાનો નિર્ણય લીધો છે. તેમણે અફવાઓ ફેલાવનારાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "મારા માટે આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ રહી છે, ખાસ કરીને જ્યારે લોકો કોઈ આધાર વિના ફેલાતી અફવાઓ પર આટલી સરળતાથી પ્રતિક્રિયા આપે છે. જે વસ્તુ મારા માટે સૌથી પવિત્ર હતી, તેના પર આવી વાતો થવી ખૂબ જ દુઃખદ છે." પલાશે સ્પષ્ટ કર્યું કે, તેમની ટીમ ખોટી અને બદનામ કરનારી વાતો ફેલાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે.

5 વર્ષ સુધી સંબંધ ગુપ્ત
ઉલ્લેખનીય છે કે, લગ્ન મુલતવી રહ્યા બાદ પલાશ મુછાલ 1 ડિસેમ્બરે વૃંદાવનના કેલીકુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજને મળવા પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ તાજેતરમાં 7 ડિસેમ્બરે યોજાનાર લગ્નની અફવાઓને પણ નકારી કાઢી હતી. સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છાલની મુલાકાત વર્ષ 2019માં મુંબઈમાં એક મિત્ર દ્વારા થઈ હતી, જે પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. આશરે 5 વર્ષ સુધી સંબંધને ગુપ્ત રાખ્યા બાદ, 2024માં બન્ને એ પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.