બાદશાહના ગીત 'ટટીરી' પર વિવાદ: હરિયાણામાં FIR
હરિયાણામાં સિંગર બાદશાહના નવા ગીત સામે પોલીસ કેસ અને મહિલા આયોગનું કડક સમન્સ જાહેર થયું.

બાદશાહ હરિયાણવી ગીત

બાદશાહ હરિયાણવી ગીત
લોકપ્રિય રેપર અને સિંગર બાદશાહ ફરી એકવાર પોતાના ગીતના બોલ અને દ્રશ્યોને કારણે કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. તાજેતરમાં રિલીઝ થયેલા તેમના હરિયાણવી ફોક સોંગ 'ટટીરી' વિરુદ્ધ હરિયાણાના પંચકુલા અને જીંદમાં પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. આ ગીતમાં શાળાની મર્યાદા લોપવા અને અશ્લીલ શબ્દોના પ્રયોગના ગંભીર આરોપો લાગ્યા છે.
શું છે સમગ્ર વિવાદ? :
1 માર્ચ, 2026ના રોજ રિલીઝ થયેલા આ ગીતમાં કૈથલની બોક્સર સિમરન જાગલાનનો અવાજ છે. ગીત યુટ્યુબ પર હિટ રહ્યું છે, પરંતુ તેની સામગ્રીએ સામાજિક વિવાદ છેડ્યો છે. પંચકુલાના સાયબર ક્રાઈમ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગીતમાં શાળા જેવી પવિત્ર જગ્યાને ‘બેડશાલા’ તરીકે સંબોધવામાં આવી છે, જે પાઠશાળા શબ્દનું અપમાનજનક સ્વરૂપ છે. આ ઉપરાંત, સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ છોકરીઓ સાથે જે પ્રકારની પંક્તિઓનો ઉપયોગ થયો છે, તેને સમાજ માટે ખોટો સંદેશ ગણાવવામાં આવ્યો છે.
હરિયાણા મહિલા આયોગની કડક કાર્યવાહી :
આ મામલે વિવિધ સામાજિક સંસ્થાઓની રજૂઆત બાદ હરિયાણા રાજ્ય મહિલા આયોગ હરકતમાં આવ્યું છે. આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ બાદશાહ ઉર્ફે આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયાને સમન્સ જારી કર્યું છે. ગીતની વાંધાજનક સામગ્રી અંગે પોતાનો પક્ષ રજૂ કરવા માટે બાદશાહને 13 માર્ચ, 2026ના રોજ સવારે 11:30 વાગ્યે પાણીપત ખાતે હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.
સરકારી તંત્ર અને રોડવેઝનો વિરોધ :
માત્ર સામાજિક સંસ્થાઓ જ નહીં, પરંતુ હરિયાણા સરકારના મંત્રીઓએ પણ આ ગીતની ટીકા કરી છે.
શિક્ષણ મંત્રી: મંત્રી મહિપાલ ઢાંડાએ જણાવ્યું કે ગીતમાં હરિયાણાની સંસ્કૃતિને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. જે સ્કૂલમાં શૂટિંગ થયું છે તેની તપાસના આદેશ અપાયા છે.
રોડવેઝ વિભાગ: જીંદ રોડવેઝ ડેપોના જનરલ મેનેજરે આરોપ લગાવ્યો છે કે મંજૂરી વગર સરકારી બસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી વિભાગની છબી ખરડાઈ છે.
ફરિયાદીઓની માંગ :
પંચકુલાના રહેવાસી અભય ચૌધરી સહિતના ફરિયાદીઓએ માંગ કરી છે કે આ ગીતને સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવે અને સિંગર બાદશાહ વિરુદ્ધ કડક એફઆઈઆર નોંધીને જેલભેગા કરવામાં આવે. ગીતમાં વપરાયેલા શબ્દો બહેન-દીકરીઓની ઈજ્જતને ઠેસ પહોંચાડનારા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.