ગૌરવ ખન્ના 'બિગ બોસ 19'ના વિજેતા
ટોપ 5 કન્ટેસ્ટન્ટ તાન્યા મિત્તલે ગૌરવ ખન્ના પર કર્યા કટાક્ષ, ગૌરવ ખન્નાએ આપ્યો જવાબ

ગૌરવ ખન્ના

ગૌરવ ખન્ના
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટીકાઓ અને વિવાદો વચ્ચે, ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ 19'નો અંત આવી ગયો છે, જેમાં જાણીતા અભિનેતા ગૌરવ ખન્ના વિજેતા બન્યા છે. તેમને ટ્રોફી સાથે 50 લાખની રોકડ રકમ પણ મળી છે. એક તરફ જ્યાં ચાહકો તેમની જીતની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરી રહ્યા છે. સમગ્ર સિઝન દરમિયાન ગૌરવ પર એવો આરોપ લાગતો રહ્યો હતો કે, તેમણે શોમાં પોતાનું 'નકલી વ્યક્તિત્વ' રજૂ કર્યું છે, જેના પર હવે અભિનેતાએ મૌન તોડીને જડબાતોડ જવાબ આપ્યો છે.
તાના પર લાગેલા આ આક્ષેપોનો આપ્યો જવાબ
ગૌરવ ખન્ના એ વિજેતા બન્યા પછી પોતાના પર લાગેલા આ આક્ષેપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, જ્યારે તમે કોઈ પ્રોફેશનમાં લોકપ્રિય ચહેરો હોય, ત્યારે લોકો તમારી પાસેથી એક ખાસ પ્રકારની જીવનશૈલીની અપેક્ષા રાખે છે. મેં એવું કંઈ કર્યું નથી, કારણ કે હું વાસ્તવિક જીવનમાં આવો નથી. મેં મારા કપડાં રિપીટ કર્યા. મેં ક્યારેય ગાળો આપી નહિ. મેં હાથથી જમવાનું ખાધું, અને મને તેના વિશે કોઈ પસ્તાવો નથી, કારણ કે હું આવો જ છું."
હું શોમાં વાસ્તવિકતા સાથે રહેવા માંગતો હતો
બિગ બોસ 19ના વિજેતા ગૌરવ ખન્ના એ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, તે શોમાં વાસ્તવિકતા સાથે રહેવા માંગતા હતા. તેમણે જણાવ્યું કે, "જ્યારે તમે વાસ્તવિક હોવ છો, ત્યારે તમે વાસ્તવિક દર્શકો સાથે જોડાવ છો. હું ત્યાં 3 કલાક મેકઅપ સાથે ઊભો ન હતો. મેં ભારે કપડાં પહેર્યા ન હતા. આ બધું હું કરી શકતો હતો, પરંતુ હું વાસ્તવિક રહેવા માંગતો હતો. ટીકાકારોને લાગ્યું કે, મારી વાસ્તવિકતા નકલી છે. તે તેમની ભૂલ હતી, તેઓ હારી ગયા અને હું જીતી ગયો." ગૌરવ ખન્ના એ ટોપ 3માં ફરહાના ભટ્ટ અને પ્રણિત મોરેને હરાવ્યા હતા.
આ પણ વાંચો: મીડિયાએ ગૌરવ ખન્નાને કહ્યું ‘સિંહની ખાલમાં લોમડી
7 ડિસેમ્બરના ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ 5માં
આ તરફ, શોમાં ટોપ 5 માં રહેલી અન્ય કન્ટેસ્ટન્ટ તાન્યા મિત્તલ એ પણ ગૌરવ ખન્નાની જીત પર કટાક્ષ કર્યો છે. શો દરમિયાન, તાન્યા સહિત અન્ય ઘરના સભ્યોએ ગૌરવ ખન્નાના શોમાં યોગદાન પર હંમેશા સવાલ ઉઠાવ્યા હતા, અને એકવાર તાન્યાએ એમ પણ કહ્યું હતું કે, 'જીકે હવે શું કરશે?' 7 ડિસેમ્બરના ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ 5માં તાન્યા, અમાલ મલિક, ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ અને પ્રણિત મોરે હતા.
તાન્યા મિત્તલ ચોથા સ્થાને રહી
તાન્યા ચોથા સ્થાને રહી હતી. વિજેતા જાહેર થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તાન્યાને પૂછવામાં આવ્યું કે, તે હંમેશા કહેતી હતી કે જીકે શું કરશે, પણ તે તો ટ્રોફી જીતી ગયો. તેના પર તાન્યાએ ઇશારામાં કટાક્ષ કરતા કહ્યું, "જીકેએ હજી કઈ કર્યું છે શું? જીકે કંઈક કરે કે ન કરે. મને શું ફરક પડે છે? મારી દુનિયા તો મારા જ ઈર્દ-ગિર્દ ફરી રહી છે ને."
અમાલ પાંચમા ક્રમે રહ્યા
આ સિઝનના ગ્રાન્ડ ફિનાલેમાં ઘણા દર્શકોને અપેક્ષા હતી કે, ફરહાના ભટ્ટ વિજેતા બનશે, કારણ કે ફરહાના પણ શરૂઆતથી જ ગૌરવ ખન્નાના યોગદાન પર સવાલ ઉઠાવતી રહી હતી. જો કે, અંતે ટ્રોફી ગૌરવ ખન્નાના હાથમાં આવી, જેમાં ફરહાના ભટ્ટ પ્રથમ રનર-અપ અને પ્રણિત મોરે બીજા રનર-અપ રહ્યા હતા, જ્યારે તાન્યા મિત્તલ ચોથા અને અમાલ પાંચમા ક્રમે રહ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.