ખરાબ મૂડમાં વિચિત્ર હરકતો કરે છે આલિયા ભટ્ટ, જાણીને તમે પણ ચોંકી જશો
બોલિવૂડ અભિનેત્રી અને રિયાની માતા આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતોનો ખુલાસો કર્યો.

આલિયા ભટ્ટની વિચિત્ર આદત

આલિયા ભટ્ટની વિચિત્ર આદત
આલિયા એવી જગ્યાએ રહે છે જ્યાં તેની આસપાસ ઘણી બિલ્ડિંગ છે. ઘરની બાલ્કનીમાં ઉભા રહીને, આલિયા બીજા લોકોના ઘરમાં ઝાંખ્યા કરે છે. તેણે થોડાં સમય પહેલાં જ આ બાબત વિશે એક પોડાસ્ટમાં જણાવ્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી અને રિયાની માતા આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતોનો ખુલાસો કર્યો. આલિયાએ જણાવ્યું કે થોડા સમય પહેલા તે ADHD અને ચિંતાનો શિકાર હતી. જ્યારે પણ તેનો દિવસ ખરાબ હોય, ત્યારે તે પોતાની જગ્યા છોડીને બીજા લોકોની બાલ્કનીમાં ડોકિયું કરવા લાગે.
આલિયા ભટ્ટની વિચિત્ર આદત
જય શેટ્ટીના પોડકાસ્ટમાં, આલિયા ભટ્ટે કહ્યું, "જ્યારે પણ મારો દિવસ ખરાબ હોય છે, ત્યારે હું મારા બેડરૂમની બાલ્કનીમાં જાઉં છું જે ખૂબ જ નાની હોય છે." મતલબ કે તે ફાયર એક્ઝિટ પ્રકારનું છે. ત્યાં ઊભા રહીને હું બીજા લોકોના ઘરની વસ્તુઓ જોઉં છું. મારી આ આદત વિચિત્ર હતી. પણ આમ કરવાથી મને બીજા લોકોની પ્રવૃત્તિઓ વિશે ખબર પડતી. કેટલાક કપડાં પહેરીને ચાલતા જોવા મળ્યા, તો કેટલાક ટીવી જોતા જોવા મળ્યા. મેં તેમના બેડરૂમમાં ડોકિયું તો નહોતું કર્યું, પણ આ બધું જોઈને મને ખ્યાલ આવ્યો કે લોકોના જીવનમાં કેટલું બધું ચાલી રહ્યું છે.
"એ લોકોને જોઈને મને લાગ્યું કે તેમના જીવનમાં મારા કરતાં પણ મોટી સમસ્યાઓ છે. હું જીવનનું મોટું આ દ્રશ્ય જોઇ શક્તિ હતી. તે સમયે તમે જો એક સેકન્ડ માટે તમારા માટે સમય કાઢો અને વિચારો કે તમારી પાસે જે વસ્તુઓ છે તેના માટે તમે કેટલા ભાગ્યશાળી છો. તમે જીવનમાં ક્યાં પહોંચી ગયા છો."
આ દરમિયાન આલિયાએ જણાવ્યું કે આજે પણ જ્યારે પણ તે થાકેલી હોય કે તણાવમાં હોય ત્યારે રડે છે. આ વાત તેની સાથે બાળપણથી જ થતી આવી છે અને આજે પણ ચાલુ છે. આલિયાએ કહ્યું- જ્યારે હું થાકી જાઉં છું ત્યારે રડું છું, તેની પાછળનું કારણ જાણ્યા વિના. મારી માતા મને પૂછતી, દીકરી, તું થાકી ગઈ છે? તો હું કહેતી હતી કે બધું કરવું ખૂબ મુશ્કેલ છે. તો આજે પણ મારી સાથે આવું થાય છે. હું કંઈ પણ વિચારીને રડવા લાગું છું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.