અજય દેવગનની ફિલ્મ 'ભોલા' ફસાઈ કાનૂની વિવાદમાં
'કેદી' ફિલ્મના મેકર્સે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા,પેમેન્ટ ન મળતા કોપીરાઈટનો આક્ષેપ

અજય દેવગન ભોલા વિવાદ

અજય દેવગન ભોલા વિવાદ
વર્ષ 2023માં સિનેમાઘરોમાં ધૂમ મચાવનાર અજય દેવગન અભિનીત ફિલ્મ 'ભોલા' હવે કાનૂની ગુંચવણમાં ફસાઈ છે. આ ફિલ્મ વર્ષ 2019ની સુપરહિટ તમિલ ફિલ્મ 'કેદી'ની અધિકૃત હિન્દી રીમેક હતી. જોકે, હવે આ રીમેકના અધિકારો અને પેમેન્ટને લઈને દક્ષિણ ભારતીય પ્રોડક્શન હાઉસ અને બોલિવૂડ મેકર્સ સામસામે આવી ગયા છે. 'કેદી'ના ઓરિજિનલ પ્રોડ્યુસર્સે 'ભોલા'ના નિર્માતાઓ પર કરારના ઉલ્લંઘનનો ગંભીર આરોપ મૂક્યો છે.
પેમેન્ટ વિવાદ અને કોપીરાઈટ ભંગનો આક્ષેપ :
આ વિવાદની શરૂઆત પેમેન્ટમાં થયેલી અનિયમિતતાથી થઈ છે. તમિલ ફિલ્મ 'કેદી' બનાવનાર જાણીતા પ્રોડક્શન હાઉસ 'ડ્રીમ વોરિયર પિક્ચર્સ' દ્વારા આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેઓ ફિલ્મના મૂળ રીમેક રાઇટ્સના માલિક છે. ફેબ્રુઆરી 2023માં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ સ્ટુડિયોઝ સાથે હિન્દી રીમેક બનાવવા માટે એક કાનૂની કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ ડ્રીમ વોરિયર પિક્ચર્સને હપ્તાવાર 'અસાઇનમેન્ટ ફી' ચૂકવવાની શરત હતી.
પ્રોડક્શન હાઉસનો આક્ષેપ છે કે તેમને વર્ષ 2022માં માત્ર 1 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. બાકીના બે મોટા હપ્તાઓની ચૂકવણી હજુ સુધી કરવામાં આવી નથી, જે કરારની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
વ્યાજ સાથે 4 કરોડ રૂપિયાની માંગણી :
ડ્રીમ વોરિયર પિક્ચર્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને અજય દેવગન Ffilms LLP વચ્ચે થયેલા કરાર મુજબ રીમેકના અધિકારો ત્રણેય પક્ષો પાસે સમાન હતા. પૈસાની વસૂલાત માટે પ્રોડક્શન હાઉસે ઓક્ટોબર 2024માં કાનૂની નોટિસ પણ ફટકારી હતી. આ નોટિસમાં બાકી નીકળતી રકમ વ્યાજ સહિત કુલ 4 કરોડ રૂપિયા ચૂકવવા જણાવાયું હતું. સાથોસાથ એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો 30 દિવસમાં આ રકમ નહીં મળે તો રીમેકનો કરાર રદ ગણાશે અને તમામ અધિકારો પરત ખેંચી લેવામાં આવશે.
NCLT બાદ હવે હાઈકોર્ટમાં સુનાવણી :
આ વિવાદ અગાઉ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં પહોંચ્યો હતો. ડ્રીમ વોરિયર પિક્ચર્સે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવા અરજી કરી હતી. જોકે, ઓગસ્ટ 2025માં ટ્રિબ્યુનલે આ કેસને સિવિલ વિવાદ ગણાવી અરજી ફગાવી દીધી હતી. હવે આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં ન્યાયમૂર્તિ શર્મિલા દેશમુખની બેન્ચ આગામી દિવસોમાં આના પર અંતિમ સુનાવણી હાથ ધરશે.
જો અદાલત 'કેદી'ના મેકર્સની તરફેણમાં ચુકાદો આપે તો 'ભોલા'ના ડિજિટલ અને સેટેલાઇટ રાઇટ્સ પર પણ અસર પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.