અભિનેત્રી કિંજલ રાજપ્રિયાનું "હરખુડી" સોંગ લોન્ચ
નવરાત્રીમાં ધૂમ મચાવવાની તૈયારી
"હરખુડી" સોન્ગ લોન્ચ
"હરખુડી" સોન્ગ લોન્ચ
શારદીય નવરાત્રી 2025, 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ 1 ઓક્ટોબર સુધી ચાલશે, જ્યારે 2 ઓક્ટોબરે વિજયાદશમી (દશેરા)ની ઉજવણી થશે. ગુજરાતમાં આ નવ દિવસો દુર્ગા માતાના નવ રૂપોની પૂજા, ઉપવાસ અને રંગબેરંગી ગરબા-ડાંડિયાના ઉત્સવ માટે ખાસ મહત્વ ધરાવે છે. આ તહેવાર ગુજરાતી સંગીત પ્રેમીઓ માટે નવા ગીતો અને રિમિક્સની મજાનું કેન્દ્ર બની રહે છે.
આ વર્ષે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલું "હરખુડી" ગીત નવરાત્રીના ઉત્સાહને બમણો કરી રહ્યું છે. આ ગીતમાં પરંપરાગત ગુજરાતી લયનું આધુનિક રેપ અને વોકલ્સ સાથેનું અનોખું મિશ્રણ છે, જે ગરબા નાઈટ્સમાં યુવાનોનું ફેવરિટ બનવા સજ્જ છે.
વ્હાઇટ મેલોડી પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ "હરખુડી" ગીતમાં જાણીતી ગુજરાતી અભિનેત્રી કિંજલ રાજપ્રિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તેમનો નેચરલ ચાર્મ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ આ ગીતને દૃશ્યાત્મક રીતે મનમોહક બનાવે છે. કિંજલની અભિનય કુશળતા અને ઉત્સાહભરી પરફોર્મન્સ આ ગીતને નવરાત્રીના માહોલમાં ‘સોનામાં સુગંધ’ ઉમેરે છે.
આ ગીતમાં પ્રખ્યાત ગાયક વિવેક મોરવાડિયાએ પોતાનો સ્વર આપ્યો છે, જે ગીતની ઊર્જાને વધુ નિખારે છે. "હરખુડી" હવે YouTube, Spotify, Apple Music, YouTube Music, Gaana, JioSaavn સહિત 30થી 35 વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
નવરાત્રીના આ ઉત્સવમાં "હરખુડી" ગીત ગરબાના રંગોને વધુ ચમકાવશે. તો, આ ગીત સાંભળો, ગરબા રમો અને નવરાત્રીની ધૂમ માણો! વધુ અપડેટ્સ માટે કિંજલ રાજપ્રિયાને સોશિયલ મીડિયા (@KinjalRajpriya) પર ફોલો કરો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.