એક્ટ્રેસ ખુશી મુખર્જીને દુબઈમાં થપ્પડ મારી:રડી પડી
રસ્તા પર ચાલતા શખ્સે ખુશી મુખર્જીને ફટકારી,વીડિયો શેર કરી એક્ટ્રેસે દુબઈ પોલીસ પર સાધ્યું

ખુશી મુખર્જી

ખુશી મુખર્જી
પોતાના બિન્દાસ અંદાજ અને બોલ્ડ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી અભિનેત્રી ખુશી મુખર્જી ફરી એકવાર મોટા વિવાદમાં ફસાઈ છે. તાજેતરમાં ખુશીએ દાવો કર્યો છે કે દુબઈમાં રસ્તા પર ચાલતી વખતે એક અજાણ્યા શખ્સે તેને જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રડતા રડતા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની પીડા સ્પષ્ટ જોઈ શકાય છે.
શું છે સમગ્ર મામલો ?
ખુશી મુખર્જીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે તે દુબઈના રસ્તા પર જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા એક વ્યક્તિએ તેને કારણ વગર માર માર્યો હતો. ખુશીના મતે તેને એવું લાગી રહ્યું છે કે તે આ દુનિયામાં એકલી પડી ગઈ છે અને લોકો તેની સાથે જૂની દુશ્મની કાઢી રહ્યા છે. તેણે આક્ષેપ કર્યો છે કે કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સતત તેનો પીછો કરી રહ્યા છે.
સ્થાનિક પોલીસ અને કાયદા પર ઉઠાવ્યા સવાલ :
વીડિયોમાં ખુશીએ માત્ર હુમલાખોર પર જ નહીં, પરંતુ દુબઈ પોલીસ પર પણ રોષ ઠાલવ્યો છે. તેનું કહેવું છે કે પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારીઓ હોવા છતાં તેની ફરિયાદ પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ખુશીએ તેના કેપ્શનમાં શરિયા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું કે એવું લાગે છે કે આખી દુનિયા આ કાયદાને માનવા માટે દબાણ કરી રહી છે. તેણે પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
વીડિયોના લોકેશન પર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ :
ખુશી મુખર્જીએ આ ઘટના દુબઈની હોવાનું જણાવ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોના બેકગ્રાઉન્ડને જોઈને અલગ-અલગ તર્ક લગાવી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે વીડિયોમાં દેખાતું દ્રશ્ય દુબઈ જેવું નથી લાગતું અને તે ભારતનું હોય તેવું જણાય છે. જોકે, એક્ટ્રેસે પોતે તેને દુબઈની ઘટના ગણાવી છે. વીડિયોમાં જ્યારે ખુશી રડતી હોય છે ત્યારે આસપાસના લોકો તેને મદદ પૂછતા પણ જોવા મળે છે.
જૂનો વિવાદ: દિવાળી પર પોલીસ સાથે ગેરવર્તન
નોંધનીય છે કે ખુશી મુખર્જીનો વિવાદો સાથે જૂનો નાતો છે. થોડા સમય પહેલા મુંબઈમાં દિવાળી દરમિયાન તેનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તે ફટાકડા વેચનાર ગરીબ વેપારીનો સામાન ફેંકતી અને પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરતી જોવા મળી હતી. તે સમયે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ હતી. હવે દુબઈમાં બનેલી આ નવી ઘટનાએ ફરી એકવાર તેને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.