સુરતમાં આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ
આંતરજ્ઞાતીય લગ્નને લઈ પાટીદાર યુવાનોનો ઉગ્ર વિરોધ, આયોજકોએ છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો

આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ

આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ
સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના તાજેતરના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નને લઈને સર્જાયેલો વિવાદ હવે તેમના વ્યાવસાયિક કાર્યક્રમો સુધી પહોંચી ગયો છે. મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મમાં આયોજિત એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ પાટીદાર યુવાનોના ઉગ્ર વિરોધને પગલે આયોજકોએ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, સુરાણી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરતી સાંગાણીની એન્ટ્રીની જાણ થતાં જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અને અગ્રણીઓ ફાર્મ હાઉસ બહાર એકઠા થઈ ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો. વિરોધની ગંભીરતા જોતાં પાટીદાર આગેવાન મહેશ વાઘાણીએ આયોજક પરિવારને સમાજ હિતમાં કાર્યક્રમ રદ કરવા અથવા સિંગર બદલવા અપીલ કરી હતી. આખરે સુરાણી પરિવારે સમાજની લાગણીને માન આપીને આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી દીધો અને તેમના સ્થાને અન્ય સિંગર ગીતા પટેલને બોલાવવાનો નિર્ણય લીધો હતો.
સુરાણી પરિવારના સભ્ય ધર્મેશ સુરાણીએ જણાવ્યું કે, "અમે સમાજની સાથે છીએ. જ્યારે અમને ખબર પડી કે સમાજમાં આ બાબતે આટલો મોટો વિરોધ છે, ત્યારે અમે તાત્કાલિક આરતી સાંગાણીને રદ કરી દીધા હતા."
વિવાદનું મૂળ કારણઆરતી સાંગાણીએ તાજેતરમાં (૧૬ ડિસેમ્બર ૨૦૨૫) તેમના કાર્યક્રમમાં તબલા વાદક દેવાંગ ગોહેલ (અન્ય જ્ઞાતિ) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ હોવાનું કહેવાય છે, જેના કારણે પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર આરતીના બહિષ્કારની માંગ ઉઠી છે અને તેમના કાર્યક્રમોનો વિરોધ કરવાની અપીલો થઈ રહી છે.
પાટીદાર અગ્રણીઓ જેમ કે અલ્પેશ કથીરિયા અને વિજય માંગુકિયાએ આરતીના નિર્ણયની ટીકા કરી છે અને તેને સમાજ પર ખરાબ અસર તરીકે જોયો છે. આરતીએ પોતે વીડિયોમાં વેદના વ્યક્ત કરી છે અને સમાજ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
આ ઘટના કિંજલ દવેના આંતરજ્ઞાતીય સગાઈ વિવાદ પછીનો બીજો મોટો કિસ્સો છે, જેમાં પાટીદાર સમાજમાં આંતરજ્ઞાતીય લગ્નોને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આરતીના અન્ય કાર્યક્રમો પર પણ અસર પડે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.